નેશનલમનોરંજન

હવે આ બોલીવૂડની અભિનેત્રીએ માન્યો PM Modiનો આભાર અને કહ્યું કે તમે ઈતિહાસ બદલી નાખ્યો

Bollywoodમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ના ચાહકોનો તોટો નથી અને મોદી પણ સિતારાઓને મળતા રહેતા હોય છે. ઘણા સિતારાઓએ તેમના પ્રત્યેનો અહોભાવ વારંવાર જાહેરમાં વ્યક્ત કર્યો છે ત્યારે હવે એક અભિનેત્રીએ તેમને પત્ર લખી તેમનો આભાર માન્યો છે.

આ અભિનેત્રી એટલે ફિટનેસ આઈકન શિલ્પા શેટ્ટી. શિલ્પા શેટ્ટીએ વડા પ્રધાનને એક પત્ર લખ્યો છે અને રામ મંદિર બનાવવા બદલ તેમનો આભાર માન્યો છે. આ સાથે તેણે લખ્યું છે કે ઘણા લોકો ઈતિહાસ વાંચે છે, ઘણા તેમાંથી શિખે છે, પણ તમારા જેવા લોકો ઈતિહાસ બદલી નાખે છે. તેનો આ પત્ર મહારાષ્ટ્ર ભાજપના ટ્વીટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે.

22મી જાન્યુઆરીએ વડા પ્રધાને રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. આ સમારોહમાં ઘણા બોલીવૂડ સિતારાને આમંત્રણ આપવામાં આવ્યું હતું. અયોધ્યામાં રામ મંદિર બન્યા બાદ અહીં શ્રદ્ધાળુઓનો પ્રવાહ અવિરત આવ્યા કરે છે. તાજેતરમાં અમિતાભ બચ્ચને પણ ફરી રામલલ્લાના દર્શન કરતો ફોટો શેર કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button