મનોરંજન

હવે ‘દેસી ગર્લ’ની બહેન પ્રભુતામાં પગલા પાડશે

મુંબઈ: બોલીવુડમાં દેસી ગર્લ તરીકે ઓળખાતી અભિનેત્રી પ્રિયંકા ચોપરાની કઝીન બહેન મિરા ચોપરા આ મહિને લગ્ન ગાઠ બાંધશે એવી ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન મિરાનાં વેડિંગ કાર્ડની તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. જોકે આટલા સમયથી મિરાએ પાર્ટનર વિશે કોઈપણ ખુલાસો ન કરતાં આ રાઝ પરથી હવે પડદો ઉઠ્યો છે.

મિરા ચોપરા માર્ચ મહિનામાં જ લગ્ન કરવાની જોરદાર ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે. તેમ જ તેના પાર્ટનરનાં નામનો પણ ખુલાસો થયો છે. એક અહેવાલ મુજબ મિરા ચોપરા રક્ષિત કેજરીવાલ સાથે લગ્ન કરવાની છે. રક્ષિત વંદના અને હરિ કુમારનાં દીકરો છે.

મિરા અને રક્ષિતનાં લગ્ન જયપુરનાં એક લક્ઝરી હોટેલમાં થવાના છે જે દિલ્હી-જયપુર એક્સ્પ્રેસ વે નજીક આવેલી છે. 12 માર્ચે મિરા તેના લોન્ગ ટાઈમ બૉયફ્રેન્ડ રક્ષિત સાથે લગ્ન બંધનમાં બંધાઈ જશે. મિરા-રક્ષિતનાં લગ્નનાં વેડિંગ કાર્ડની તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે, જેમાં જાણવા મળી રહ્યું છે કે 11 માર્ચથી સાંજે પાંચ વાગ્યાથી મહેંદી પ્રસંગ શરૂ થવાની સાથે સાંજે સાત વાગ્યે સંદીપ અને બીજી રસમો થવાની છે.

12 માર્ચે મિરા-રક્ષિતનાં લગ્ન થશે અને તે બાદ નવ વાગ્યે રિસેપ્શન રહેશે એવું મિરા અને રક્ષિતનાં વેડિંગ કાર્ડથી જાણવા મળી રહ્યું છે. મિરાનાં લગ્નમાં તેની કઝીન સિસ્ટર પરિણીતી અને પ્રિયંકા સામેલ થશે કે નહીં એ બાબતે કોઈ પણ માહિતી સામે આવી નથી. મિરા અનેક સાઉથની ફિલ્મોમાં કામ કરી ચૂકી છે પણ તે બૉલીવૂડમાં ફ્લોપ રહી છે. તેના લગ્નની તેના ફેન્સ ખૂબ જ ખુશ અને એક્સાઈટેડ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button