મનોરંજન

હવે Salman Khanના લગ્નનું બજાર ગરમ, જાણો યૂઝરે શું કહ્યું?

મુંબઈઃ બોલીવુડ સ્ટાર સલમાન ખાન (Salman Khan)ની ઉંમરને જોતા કદાચ અમુક લોકો તેને મોસ્ટ એલિજિબલ બેચલર તો નહીં કહેતા હોય, પરંતુ એવી છોકરીઓની કમી તો નહીં જ હોય જે સલમાન ખાન સાથે લગ્ન કરવા ઇચ્છુક હોય. સલમાન ખાનના લગ્નનો મુદ્દો બોલીવુડમાં વર્ષોથી ચાલતો આવે છે અને હાલમાં જ ફરી આ મુદ્દો ચર્ચામાં આવ્યો હતો અને આ ચર્ચામાં ફક્ત સલમાન ખાનનું નામ જ નહીં, પરંતુ પોતાની પહેલી ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’થી જ લોકોના દિલમાં વસી ગયેલી અમીષા પટેલનું નામ પણ આવ્યું છે.

હાલમાં જ ‘ગદર-2’ ફિલ્મમાં સની દેઓલ સાથે દેખાયેલી અભિનેત્રી અમીષા પટેલ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ હોય છે અને અમુક વખતે તે પોતાના પ્રશંસકોના સવાલોના જવાબ પણ આપતી હોય છે. અમીષા પટેલને હાલમાં જ તેના એક ફેને સોશિયલ મીડિયા પર સવાલ પૂછ્યો કે શું તે અને સલમાન ખાન બંને અપરિણિત છે તો શું ભવિષ્યમાં તે સલમાન ખાન સાથે લગ્ન કરી શકે?

આ પણ વાંચો : બોલો, આ નવું પાછું વિદાય થઈને Zahir Iqbal સાથે સાસરે નહીં પણ અહીં રહેશે Sonakshi Sinha!

પોતાના ફેનના આવા સવાલનો અમીષા પટેલે જે જવાબ આપ્યો તે પણ ખૂબ જ મજેદાર હતો. અમીષા પટેલે સવાલનો જવાબ આપતા લખ્યું કે હું અને સલમાન બંને અપરિણિત છીએ એટલે તમને લાગે છે કે અમારે બંનેએ લગ્ન કરી લેવા જોઇએ. અમારા બંનેના લગ્ન પાછળ તમારો મુખ્ય ઉદ્દેશ શું છે? લગ્ન કે પછી કોઇ ફિલ્મ પ્રોજેક્ટ?
આ રીતે જવાબ આપી અમીષા પટેલ હાલ તો લગ્નની વાતથી છટકી ગઇ પરંતુ ખરેખર શું અમીષા ભવિષ્યમાં લગ્ન કરશે કે નહીં તેની તાલાવેલી તેના ફેન્સને જરૂર છે. આગળ અમીષાએ એ સ્પષ્ટતા પણ કરી કે તે લગ્ન કરવા માટે ઇચ્છુક છે, પરંતુ તેને હજી સુધી કોઇ યોગ્ય મૂરતિયો મળ્યો નથી.

અમીષાએ અન્ય ફેન્સના સવાલોના પણ જવાબ આપ્યા હતા. એક ફેને અમીષાને પૂછ્યું કે તારા સૌથી ફેવરિટ સ્ટાર કિડ કોણ છે તો તેણે તરત જવાબ આપ્યો કે કરીના અને સૈફનો દિકરો તૈમુર અને શાહરુખનો દિકરો અબરામ મને સૌથી ક્યૂટ લાગે છે.

બિગ બોસમાં ભાગ લેવા અંગે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા અમીષાએ કહ્યું કે હું ઘણા વર્ષો પહેલા બિગ બોસમાં માલકણના રૂપમાં ગઇ હતી. હવે આ જીવનમાં તો બિગ બોસના ઘરમાં જવું મારા માટે શક્ય નથી. તેમાં જનારા બધા જ લોકોને હું ચાહુ છું અને તેમનું સન્માન કરું છું, પરંતુ હું બિગ બોસના ઘરમાં રહેવાને બદલે લંડન જઇને શોપિંગ કરવાનું વધુ પસંદ કરીશ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો દુનિયામાં અસ્તિત્વમાં આવેલા નવા દેશો વિજય માલ્યાની હજારો કરોડ રૂપિયાની લક્ઝરી પ્રોપર્ટીઝ એક કટોરી તુઅર દાલની કિંમત તુમ ક્યા જાનો