મનોરંજન

હવે નાના પાટેકરે શાહરૂખ ખાન માટે કહ્યું કંઈક આવું

પૂજારીના ખોટા દાવાનો પર્દાફાશ

નાના પાટેકરની ફિલ્મ ધ વેક્સિન વૉર આવતી કાલે રિલીઝ થઇ રહી છે. પરંતુ આ વચ્ચે એવું લાગી રહ્યું છે કે નાના પાટેકરના સૂર એકદમથી બદલાઇ ગયા છે. થોડાક દિવસ અગાઉ નાનાએ શાહરૂખની ફિલ્મ જાન પર કટાક્ષ કર્યો હતો પણ હવે કિંગ ખાનના વખાણ કરતા થાકતા નથી. નાના પાટેકરે હવે શાહરૂખને નાનો ભાઇ ગણાવ્યો છે અને એવું પણ કહી દીધું છે કે તેમણે પહેલાં જ ભવિષ્યવાણી કરી હતી કે શાહરૂખ એક દિવસ મોટા સ્ટાર બનશે.

ઉલ્લેખનીય છે કે નાના પાટેકરે થોડા દિવસો પહેલા તેમની ફિલ્મ ધ વેક્સીન વોરના ટ્રેલર લોન્ચ પર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે તેમણે તાજેતરમાં એક ફિલ્મ જોઈ હતી જે ખૂબ જ હિટ બની હતી. પરંતુ તે સહન કરી શક્યા નહીં. પરંતુ આવી ફિલ્મો લોકપ્રિય છે અને દર્શકોને આ પ્રકારનો મસાલો બતાવવાની ફરજ પડે છે. નાના પાટેકરના આ નિવેદનને ‘જવાન’ સાથે જોડવામાં આવી રહ્યું હતું.

એક ખાનગી ન્યૂઝ ચેનલના ઇન્ટરવ્યુમાં નાનાને જ્યારે શાહરૂખ ખાન વિશે પૂછવામાં આવ્યું ત્યારે નાના પાટેકરે કહ્યું, ‘તે ખૂબ સારા કલાકાર છે. મારી સાથે તેમની પહેલી ફિલ્મ ‘રાજુ બન ગયા જેન્ટલમેન’ હતી. રિલીઝ તો બીજી થઈ, પણ તેણે આ ફિલ્મ ઘણા સમય પહેલા સાઈન કરી લીધી હતી. મેં તે સમયે કહ્યું હતું કે તમે મોટા સ્ટાર બનશો. શાહરુખને જ પૂછો. મેં તેને પહેલી ફિલ્મમાં કહ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button