હવે હું શાંતિ મરી શકીશ… જાણો ફેમસ ફિલ્મમેકરે કેમ આવું કહ્યું?
વિધુ વિનોદ ચોપ્રાની ફિલ્મ 12Th Fail 2023ની સૌથી વધુ પસંદ કરવામાં આવેલી ફિલ્મ બની ગઈ છે. ચારેબાજુથી આ ફિલ્મની પ્રશંસા જ થઈ રહી છે અને તેમ છતાં ફિલ્મ મેકર વિધુ વિનોદ ચોપ્રાએ કહ્યું કે હવે તેઓ શાંતિથી મરી શકશે? વિધુ વિનોદ ચોપ્રાની આ વાત સાંભળીને લોકો વિચારમાં પડી ગયા છે કે તેમની ફિલ્મ તો આટલી સારી ચાલી રહી છે, લોકો તેના વખાણ કરી રહ્યા છે, પણ તેમ છતાં એવું તે શું થયું કે વિધુ વિનોદ ચોપ્રાએ આવું કહેવું પડ્યું?
વિધુ વિનોદ ચોપ્રાની ફિલ્મ 12Th Fail IMDb પર 10માંથી 9.2ની રેટિંગ આપવામાં આવી છે અને જોતજોતામાં ફિલ્મે 100 દિવસ પૂરા કરી લીધા છે. આ સાથે સાતે ફિલ્મે એક બીજો રેકોર્ડ પણ સેટ કર્યો છે અને આ ગ્લોબલ રેકોર્ડ પોતાના નામે કરનારી આ એકમાત્ર ફિલ્મ છે. IMDb દ્વારા 250 બેસ્ટ ફિલ્મોની યાદી બહાર પાડવામાં આવી હતી, જેમાં આ ફિલ્મ 50મા નંબર પર છે. આ મોટા રેકોર્ડ બાદ વિધુ વિનોદ ચોપ્રાના આનંદની કોઈ સીમા રહી નથી. તેમણે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને પોતાની લાગણી વ્યક્ત કરી હતી.
પોસ્ટમાં વિધુ વિનોદ ચોપ્રાએ કહ્યું હતું કે વિધુ વિનોદ ચોપ્રાએ પોતાની આખી જિંદગીમાં લોકોને કહ્યું છે કે તેણે સિનેમા પેરાડિસોને કઈ રીતે પૂજ્યા છે અને હવે 12Th Fail ફિલ્મે અત્યાર સુધીની સૌથી બેસ્ટ 250 ફિલ્મોની યાદીમાં પોતાનું સ્થાન કાયમ કર્યું છે અને એ પણ મને પસંદ છે એ ફિલ્મની એક્ઝેક્ટલી નીચે.
એટલું જ નહીં વિધુ વિનોદ ચોપ્રાએ કહ્યું હતું હું હજી પણ કાશ્મીરનો એ નાનકડો છોકરો જ છું. ફિલ્મ પેરાડિસોની સાથે મારી ફિલ્મ જોજો… હું શું કહું? હવે હું શાંતિથી મરી શકું છું… વીવીસી…
એક તરફ થિયેટરમાં ફિલ્મ 12Th Fail પોતાની ડ્રીમ રન એન્જોય કરી રહી છે ત્યાં ઓટીટી પ્લેટફોર્મ પર પણ ફિલ્મની રિલીઝને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. બોક્સ ઓફિસ પર સારી કમાણી કરીને ફિલ્મે પોતાની ક્ષમતા પૂરવાર કરી આપી છે.