હવે દિશા પટણી મુંબઈની રેસ્ટોરાંમાં કેઝ્યુલ લૂકમાં જોવા મળી…

મુંબઈઃ જાણીતી અભિનેત્રી દિશા પટણી તાજેતરમાં થાઈલેન્ડમાં તેની ખાસ ફ્રેન્ડ સાથે ફરવા ગઈ ત્યારે તેના ફોટોગ્રાફ અને વીડિયોની સોશિયલ મીડિયા પર વાઈરલ થયા હતા. તાજેતરમાં ફરી એક વખત મુંબઈની રેસ્ટોરાંમાં જોવા મળી હતી. આ રેસ્ટોરાંમાં કેઝ્યુઅલ લૂકમાં જોવા મળેલી દિશાને જોઈને ફરી તેના ચાહકોએ ખુશી વ્યક્ત કરી હતી.

થાઈલેન્ડમાં તેની ફ્રેન્ડ મૌની રોય સાથે બીચ અને કુદરતના સાંનિધ્યને માણતી જોવા મળી હતી, જેમાં તેના બોલ્ડ ફોટોગ્રાફના અંદાજની સૌએ નોંધ લીધી હતી. થાઈલેન્ડથી પાછા ફર્યા પછી દિશા મુંબઈની રેસ્ટોરાંમાં જોવા મળી હતી.
એકાએક રેસ્ટોરામાં જોવા મળતા તેના ચાહકો ચોંકી ગયા હતા. ગઈકાલે રાતે દિશા ગ્લેમરસ નેટવાળા ગ્રીન ટોપ અને ડેનિમના શોર્ટસમાં જોવા મળી હતી. એકદમ કેજ્યુઅલ લૂકમાં જોવા મળેલી દિશા તેના ફ્રેન્ડ સર્કલ સાથે ડિનર માટે પહોંચી હતી.

દિશાએ ગ્રીન કલરના કોરસેટ ટોપ અને ડેનિમ શોર્ટસમાં એકદમ પરી જેવી લાગતી હતી. એ વખતે દિશા વ્હાઈટ કલરની સ્લિંગ બેગ અને મેચિંગ સ્નીકર્સ સાથે જોવા મળી હતી. ઉપરાંત, દિશા સિઝલિંગ આઉટફીટ સાથે સટલ મેકઅપ અને લાઈટ શેડની લિપસ્ટિક કરી હતી. જોકે, દિશાના બોલ્ડ અંદાજવાળા ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થયા હતા.
તમારી જાણ ખાતર જણાવી દઈએ કે ફિલ્મો સિવાય દિશા પટણી સોશિયલ મીડિયા પર જોરદાર સક્રિય રહે છે અને તેના ગ્લેમરસ અંદાજને કારણે તેના ચાહકોની ઊંઘ ખરાબ કરે છે. તાજેતરમાં તેના થાઈલેન્ડના ફોટોગ્રાફે લોકોને મોહી લીધા હતા. આગામી વર્ષે દિશા નવી ફિલ્મોમાં જોવા મળશે, જેમાં સૌથી પહેલા તો કરણ જોહરની યોદ્ધા ફિલ્મમાં જોવા મળશે.