હવે તો Amitabh Bachchan ઘરે પણ નથી આવતા… જાણો કોણે કર્યો ચોંકાવનારો દાવો?

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) એક બેસ્ટ એક્ટર તો છે જ પણ એની સાથે સાથે જ તેઓ એક ઉમદા વ્યક્તિત્વના માલિક પણ છે અને એનું જ જીવતું જાગતું ઉદાહરણ છે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિવંગત મ્યુઝિક ડિરેક્ટર આદેશ શ્રીવાસ્તવના પરિવાર સાથેના તેમના સંબંધો. ખૂબ જ ઓછા લોકો જાણે છે કે આદેશ શ્રીવાસ્તવ અને બિગ બી વચ્ચે ખૂબ જ સારા સંબંધો હતા અને આ જ કારણ છે કે તેમની અનેક ફિલ્મોના ગીતમાં બિગ બીએ પોતાનો અવાજ પણ આપ્યો છે. બંને વચ્ચે પારિવારિક સંબંધો પણ છે.
એટલું જ નહીં પણ જ્યારે આદેશ શ્રીવાસ્તનું નિધન થયું ત્યારે બિગ બી પરિવાર સાથે ઊભા રહ્યા હતા. એ સમયનો એક ફોટો પણ વાઈરલ થઈ રહ્યો છે જેમાં આદેશની પત્ની વિજેતા પંડિત બિગ બીને પકડીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. હવે વિજેતા પંડિતે બિગ બીને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. વિજેતા પંડિતે કહ્યું હતું કે હવે બિગ બી તેમના ઘરે નથી આવતા…
આ પણ વાંચો : … અને Amitabh Bachchan બેહોશ થતાં થતાં રહી ગયા!
એક ઈન્ટરવ્યુમાં જ્યારે વિજેતા પંડિતને પૂછવામાં આવ્યું હતું તે શું બિગ બી હજી પણ તેમના કોન્ટેક્ટમાં છે, ઘરે આવે છે? જેના જવાબમાં વિજેતા પંડિતે જણાવ્યું હતું કે જ્યારે પણ અવિતેશનું કોઈ ફંક્શન હોય ત્યારે બિગ બી આવે છે ઘરે. જ્યારે એનું પહેલું ગીત રીલિઝ થયું હતું ત્યારે તેઓ આવ્યા હતા. પહેલાં અમિતજી અમારા ઘરે આવતા હતા, જ્યારે અમારો સ્ટુડિયો હતો. હવે અમારી પાસે સ્ટુડિયો નથી, તેમણે પણ ઘરમાં જ સ્ટુડિયો બનાવી લીધો છે. એટલું જ તેઓ પોતાની સાથે અમારા સાઉન્ડ એન્જિનિયર પણ લઈ ગયા. હવે અમિતજી એટલા કોન્ટેક્ટમાં નથી, પરંતુ હવે સમય આવી ગયો છે કે અમિતજી મારા દીકરા માટે કંઈક કરે.
અત્રે ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર, 2015 આદેશ શ્રીવાસ્તવનું નિધન થયું હતું અને એ સમયે બિગ બી આદેશના પરિવાર સાથે ઊભા રહ્યા હતા. એટલું જ નહીં આદેશની બીમારીમાં પણ બિગ બી સમય સમય પર પરિવારની મદદ કરતાં હતા. 2010માં આદેશને કેન્સર હોવાની જાણ થઈ હતી. બિગ બી સાથે આદેશ શ્રીવાસ્તવે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને અનેક સુપરહિટ સોન્ગ આપ્યા હતા…