મનોરંજન

અરમાન મલિક જ નહીં આ અભિનેતાએ પણ ડિવોર્સ લીધા વિના રાખી છે બે પત્ની

બીગ બોસ ઓટીટીના સ્પર્ધક અરમાન મલિકને લોકોની ઘણી ટીકા સાંભળવી પડી રહી છે. તેણે બે વાર મેરેજ કર્યા છે, ડિવોર્સ લીધા વિના તેની બે પત્ની છે. તે બેશરમ છે… જેવી અનેક ટીકાઓ તેણે સાંભળવી પડે છે.

યુટ્યુબર અરમાન તેની બે પત્ની પાયલ અને કૃતિકા સાથે બીગ બોસ ઓટીટીમાં આવ્યો હતો, જોકે, પાયલ તો પહેલા અઠવાડિયામાં જ શોમાંથી બહાર થઇ ગઇ છે.

શોમાંથી બહાર આવ્યા બાદ પાયલે તેના પતિના બે લગ્ન પર થઇ રહેલી ટ્રોલિંગના જવાબ આપ્યા હતા. પાયલે એમ પણ કહ્યું હતું કે તે બહુપત્નીત્વને સમર્થન નથી આપતી, પણ તેના સંજોગો જ એવા હતા કે તેણે કૃતિકા અને અરમાન સાથે કરારમાં રહેવું પડ્યું.

આ પણ વાંચો: Look Katrina…આટલી બધી છોકરીઓ વચ્ચે ઘેરાઈને શું કરી રહ્યો છે વિકી

અરમાને પાયલને ડિવોર્સ આપ્યાવિના કૃતિકા સાથે લગ્ન કર્યા હતા એવા સવાલો ઉઠ્યા હતા. આ મુદ્દે પાયલે જણાવ્યું હતું કે પહેલી પત્નીને વાંધો ના હોય તો પતિ બીજી વાર લગ્ન કરી શકે છે. આ સંબંધમાં પાયલ અરમાનની કાયદેસરની પત્ની છે અને કૃતિકાના અરમાન સાથેના લગ્ન કાયદેસર નથી. આ મુદ્દે અરમાનને ઘણો ટ્રોલ કરવામાં આવી રહ્યો છે, પણ અરમાન મલિક બે પત્ની ધરાવનાર પ્રથમ વ્યક્તિ નથી. આપણી બોલિવૂડના દિગ્ગજ સ્ટાર ધર્મેન્દ્રએ પણ છૂટાછેડા લીધા વિના બે વાર લ્ગન કર્યા છે અને આજે પણ બંને પત્નીઓ સાથે તેમના સંબંધ છે.

ધર્મેન્દ્રએ હેમા માલિની સાથે બીજા લગ્ન કર્યા હતા. જોકે, તેમણે પહેલી પત્ની પ્રકાશ કૌરને ડિવોર્સ આપ્યા નહોતા. આજે પણ પ્રકાશ કૌર અને હેમા માલિની એમ બંને સાથે ધર્મેન્દ્રના સંબંધ છે.

આ પણ વાંચો: લો હવે નવી વાત બહાર આવીઃ લવને બહેન સોનાક્ષી સાથે નહીં પણ આ વ્યક્તિ સાથે નથી મેળ

ધર્મેન્દ્રએ 1954માં પ્રકાશ કૌર સાથે લગ્ન કર્યા હતા અને પછી 1980માં હેમા માલિની સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. ધર્મેન્દ્રએ પહેલી પત્નીની પરવાનગી લઇને જ હેમા સાથએ લગ્ન કર્યા હતા. લગ્ન પછી પણ ધર્મેન્દ્ર મોટા ભાગનો સમય તેમની પહેલી પત્ની અને બાળકો સાથે જ વિતાવે છે અને દર થોડા સમયે હેમા માલિની અને તેની બે દીકરીને મળતો રહે છે.
પહેલી પત્ની હોવા છતાં બીજી વાર હેમા માલિની સાથે લગ્ન કર્યા તો હેમા ધર્મેન્દ્રની કાયદેસરની પત્ની નહીં ગણાય એમ તમને વિચારતા હશો તો તમે ખોટા છો. હેમા સાથે લગ્ન કરવા માટે ધર્મેન્દ્રએ ધર્મ બદલીને ઇસ્લામ અપનાવ્યો હતો અને ઇસ્લામમાં એકથી વધુ પત્ની રાખવાનો ગુનો બનતો નથી. આમ તેમણે મુસ્લિમ ધર્મ અપનાવીને હેમા માલિનીને તેમની કાયદેસરની પત્ની બનાવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button