Jaya Bachchan And Rekha નહીં પણ આ છોકરી હતી Amitabh Bachchanનો પહેલો પ્રેમ…
Bollywood Megastar Amitabh Bachchan-Jaya Bachchanની સ્ટોરીથી તો આપણે બધા જ વાકેફ છીએ. આ સિવાય Rekha સાથેના તેમના સિક્રેટ અફેયરની ઢગલો સ્ટોરીઝ પણ આપણે સાંભળી હશે. પરંતુ શું તમને ખબર છે કે Jaya કે Rekha Big Bનો પહેલો પ્રેમ નહોતો? ચાલો આજે તમને Big Bની આ સિક્રેટ લવ સ્ટોરી વિશે જણાવીએ…
વાત જાણે એમ છે જયા બચ્ચન અને રેખા પહેલાં Big B એક છોકરીના પ્રેમમાં પાગલ થઈ ગયા હતા અને એ છોકરી એમનો પહેલો પ્રેમ હતી. મીડિયા રિપોર્ટ્સની વાત પર વિશ્વાસ કરીએ તો British Company ICIમાં કામ કરનારી મહારાષ્ટ્રીયન છોકરના પ્રેમમાં ડૂબી ગયા હતા અને એ સમયે બંને જણ કલકત્તામાં નોકરી કરતા હતા.
આ પણ વાંચો: IPL-2024ના MI Captain Hardik Pandyaના સમર્થનમાં આવ્યો બોલીવૂડનો આ એક્ટર…
Amitabh Bachchanના ખાસ મિત્ર દિનેશ કુમારે ખાસ એક ઈન્ટરવ્યુમાં આ બાબતે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે કલકત્તામાં રહેતી વખતે જ બિગ બી અને એ છોકરી એકબીજાની નજીક આવ્યા હતા. જોકે, દિનેશ કુમારે એ છોકરીનું નામ મીડિયા સામે લેવાની કે જણાવવાની ના પાડી દીધી હતી.
આગળ તેમણે જણાવ્યું હતું કે બિગ બીને એ સમયે 1500 રૂપિયા અને એમની ગર્લફ્રેન્ડને 400 રૂપિયાનો પગાર હતો. બિગ બી તો તેની સાથે લગ્ન પણ કરવા માંગતા હતા અને કોઈ કારણસર એ શક્ય નહીં બન્યું અને એને કારણે નારાજ થઈને મુંબઈ આવી ગયા હતા. જેને કારણે એમનો 26 દિવસનો પગાર પણ કાપી લેવામાં આવ્યો હતો. પછીથી એ છોકરીએ કોઈ ફેમસ બંગાળી એક્ટર સાથે લગ્ન કરી લીધા હતા.
આ પણ વાંચો: અનિલ કપૂર કો ગુસ્સા ક્યો આતા હૈ?
મળી રહેલી માહિતી પ્રમાણે બિગ બીની ગર્લફ્રેન્ડે બંગાળી એક્ટર માટે નહીં પણ પારિવારિક કારણોસર બિગ બી સાથે લગ્ન કરવાની ના પાડી હતી. તમારી જાણ માટે બિગ બીએ એમની પ્રેમિકાને એક કરતાં વધુ વખત લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું પણ અનેક વખત તે લગ્નની વાત ટાળી દીધી હતી. 1968માં બંને જણનું બ્રેકઅપ થઈ ગયું હતું.