મનોરંજન

માત્ર Chamkila નહીં, આ એક્ટરની પણ ગોળી મારી કરી દીધી હતી હત્યા

ઈમ્તિયાઝ અલીની ફિલ્મ ‘અમર સિંહ ચમકીલા’ હેડલાઈન્સમાં છે, આ એક ગાયકની વાર્તા છે. તે સમયે અમર સિંહ ચમકીલા તેની કારકિર્દીની ટોચ પર હતા અને તેમને ઘણો પ્રેમ મળી રહ્યો હતો. ચમકીલા અને તેની ગાયિકા પત્ની અમરજોતની હત્યા ધોળે દહાડે ગોળી મારી કરવામાં આવી હતી. આવું જ એક મોત પંજાબી અભિનેતા પણ મર્યો હતો. તે અભિનેતા બીજું કોઈ નહીં પણ ધર્મેન્દ્રના પિતરાઈ ભાઈ વીરેન્દ્ર સિંહ હતા. અમરસિંહ ચમકીલાની હત્યાના થોડા સમય બાદ વીરેન્દ્રસિંહની પણ હત્યા કરવામાં આવી હતી. વીરેન્દ્ર દેખાવમાં ધર્મેન્દ્ર જેવો જ હતો, તે પંજાબી ફિલ્મોમાં કામ કરતો હતો અને તેને પંજાબી ફિલ્મોનો ધર્મેન્દ્ર કહેવામાં આવતો હતો. પરંતુ પ એક દિવસ માત્ર 40 વર્ષની ઉંમરે સેટ પર જ તેની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી.

વીરેન્દ્ર સિંહ પંજાબી સિનેમાના સુપરસ્ટાર બની ગયા હતા. પોતાની શોર્ટ ફિલ્મ કરિયરમાં વીરેન્દ્રએ માત્ર 25 ફિલ્મો જ કરી અને તેની ટેલેન્ટ જુઓ તો તમામ ફિલ્મો હિટ રહી હતી. વીરેન્દ્ર સિંહ એક્ટર હોવા ઉપરાંત ડિરેક્ટર અને પ્રોડ્યુસર પણ હતા. વીરેન્દ્રએ વર્ષ 1975માં ફિલ્મ તેરી મેરી એક જીંદરીથી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી, આ ફિલ્મ સુપરહિટ બની હતી, આ પછી તેણે ધરમ જીત, કુંવારા મામા, જટ્ટ શૂર્મે, રાંઝા મેરા યાર, વારી જાટ જેવી ઘણી ફિલ્મો કરી હતી. ફિલ્મો હિટ બની.

ધર્મેન્દ્રના ભાઈ વીરેન્દ્ર પણ તેમના ભાઈની જેમ અભિનયની દુનિયામાં પોતાની ઓળખ બનાવી ચૂક્યા હતા અને ધીમે ધીમે પંજાબ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સફળ થવા લાગ્યા. કહેવાય છે કે તેમની ફિલ્મોની સફળતાના કારણે તેમની હત્યા થઈ હતી, તેમની સફળતાની ઈર્ષા કરનારા ઘણા લોકો હતા અને પછી 6 ડિસેમ્બર 1988 એ વીરેન્દ્રના જીવનનો અંતિમ દિવસ બની ગયો. આ દિવસની કોઈને અપેક્ષા નહોતી. વીરેન્દ્ર તેની ફિલ્મ જટ્ટ તે જમીનનું શૂટિંગ કરી રહ્યો હતો અને સેટ પર જ તેને ગોળી વાગી હતી. સમગ્ર પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રી શોકમાં ગરકાવ થઈ ગઈ હતી અને ધર્મેન્દ્ર પણ પોતાના ભાઈને ગુમાવ્યા બાદ દિલથી દુઃખી હતા. તે સમયે પંજાબમાં હત્યાઓ સામાન્ય હતી અને આજ સુધી વિરેન્દ્ર સિંહની હત્યા શા માટે કરવામાં આવી તે જાણી શકાયું નથી.

ચમકીલા ફિલ્મમાં પણ ચમકીલાની હત્યા બતાવવામાં આવી છે. અશ્લીલ કહેવાતા ગીતો ગાતો ચમકીલા સુપરહીટ બની ગયો હતો અને તેની લોકપ્રિયતા તેને ભરખી ગઈ તેમ માનવામાં આવે છે. આ ફિલ્મએ ખૂબ જ પ્રશંસા મેળવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button