નોરા ફતેહીએ જ્યારે પિત્તો ગુમાવ્યો ત્યારે કોસ્ટારને થપ્પડ મારી દીધી હતી, હકીકત જાણો?

બોલીવુડની અભિનેત્રી અને જાણીતી ડાન્સર નોરા ફતેહી પોતાની હરકતોથી ફેન્સને દિવાના બનાવતી રહે છે, પરંતુ આજે અમે તમને અભિનેત્રીની લડાઈની સ્ટોરી જણાવવા જઈ રહ્યા છીએ. તમે વિશ્વાસ નહીં કરી શકો કે હંમેશાં નમ્રતાથી વર્તતી નોરા ફતેહી કોઈના પર હાથ પણ ઉપાડી શકે છે. વાસ્તવમાં એક ફિલ્મના સેટ પર અભિનેત્રી તેના કોસ્ટાર સાથે લડી પડી હતી અને પિત્તો ગયો કો સ્ટારને થપ્પડ ઝિંકી દીધી હતી. માનતા ના હો તો જાણીએ સંપૂણ હકીકત.

અભિનેત્રી નોરા ફતેહીએ પોતે જ કપિલ શર્માના શોમાં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. નોરાએ જણાવ્યું હતું કે જ્યારે તે ફિલ્મ ‘રોરઃ ટાઈગર્સ ઓફ ધ સુંદરબન’નું શૂટિંગ કરી રહી હતી, ત્યારે તેની કો-સ્ટાર સાથે મોટી લડાઈ થઈ હતી. આ દરમિયાન તેણે અભિનેતાને જોરદાર થપ્પડ મારી હતી.
નોરાએ જણાવ્યું હતું કે અભિનેતા તેની સાથે ખૂબ જ ખરાબ વર્તન કરી રહ્યો હતો. આ વાતથી તે ખૂબ જ પરેશાન પણ હતી. આથી તે ગુસ્સે થઈ ગઈ અને તેને થપ્પડ મારી દીધી. નોરાએ કહ્યું કે આ પછી કો-એક્ટર પણ ચૂપ ન રહ્યો અને તેણે મને થપ્પડ મારી હતી. એટલું જ નહીં, ત્યાર પછી અમે બંને સંયમ ખોઈ બેઠા હતા અને એકબીજાના વાળ પકડીને લડવા લાગ્યા હતા. જોકે, સેટ પર આ ડ્રામા લાંબા સમય સુધી ચાલ્યો હતો.

તમને જણાવી દઈએ કે નોરા આયુષ્માન ખુરાના સાથે કપિલ શર્માના શોમાં ફિલ્મ ‘એન એક્શન હીરો’ના પ્રમોશન માટે આવી હતી. તેની વાત સાંભળીને બધા ખડખડાટ હસવા લાગ્યા હતા. જોકે, નોરા ફતેહીએ તેની ટૂંકી કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. આ સિવાય તેણે ઘણા બ્લોકબસ્ટર ડાન્સ નંબર પણ આપ્યા છે. એક્ટિંગ સિવાય અભિનેત્રી ઘણી વાર ડાન્સ રિયાલિટી શોને જજ કરતી પણ જોવા મળે છે. ફેન્સ તેના ડાન્સ અને લૂક્સના દિવાના છે.