Nora Fatehiએ એવું તે શું કર્યું કે લોકો તેને Arrest કરવાની માંગણી કરી રહ્યા છે?
Nora Fatehi હાલમાં પોતાના અપકમિંગ પ્રોજેક્ટ મડગાંવ એક્સપ્રેસના પ્રમોશનમાં વ્યસ્ત છે અને એની સાથે સાથે જ ફિલ્મની અન્ય સ્ટારકાસ્ટ પણ જોરશોરથી ફિલ્મનું પ્રમોશન કરી રહી છે. આ બધા વત્તે નોરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યો છે અને એને કારણે જ નેટિઝન્સ નોરાની ધરપકડ કરવાની માગણી કરી રહ્યા છે. આવો જોઈએ આખરે નોરાએ એવું તે શું કર્યું કે યુઝર્સે આવી માગણી કરી દીધી…
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં નોરા ફતેહી મુંબઈની મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી રહી છે. ઓલ બ્લેક એન્ડ ગોલ્ડન લૂકમાં નોરા ખૂબ જ સુંદર લાગી રહી છે અને તે પોતાની ટીમ સાથે ટ્રેનમાં પૂરી એનર્જી સાથે ડાન્સ કરી રહી છે. નોરાનો આ વીડિયો જોઈને એક તરફ ફેન્સ એના વખાણ કરી રહ્યા છે તો બીજી બાજું કેટલાક લોકો એવા પણ છે કે જેઓ ગુસ્સે ભરાયા છે અને તેની સામે લીગલ એક્શનની માગણી કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા યુઝર્સનું એવું માનવું છે કે મુંબઈ મેટ્રો જેવી પબ્લિક પ્લેસ પર આ પ્રકારની હરકત બિલકુલ ઉચિત નથી. એક યુઝરે તેના આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું છે કે સામાન્ય માણસને આવી હરકત કરવાની પરવાનગી નથી પણ સેલિબ્રિટીની આ હરકત પર સોશિયલ મીડિયા પર તેના વખાણ થઈ રહ્યા છે. બીજા એક યુઝરે લખ્યું છે કે અરે આની ધરપકડ કરી લો, મેટ્રો ટ્રેનમાં આવું કરવાની મનાઈ છે.
એક તરફ જ્યાં સોશિયલ મીડિયા યુઝર્સ પૂછી રહ્યા છે કે હજી સુધી આને જેલમાં કેમ નથી બંધ કરી તો બીજા એક યુઝરે સવાલ કર્યો છે કે શું પ્રશાસન એક આમ આદમીને આ બધું કરવાની પરવાનગી આપશે?
અત્રે ઉલ્લેખનીય છે કે પાંચમી માર્ચના ફિલ્મનું ટ્રેલર રીલિઝ કરવામાં આવ્યું હતું અને આ ફિલ્મમાં તેની સાથે દિવ્યેદું, અવિનાશ તિવારી અને પ્રતિક ગાંધી પણ જોવા મળશે. ફિલ્મ 22મી માર્ચના રિલીઝ થઈ રહી છે.