ઇન્ટરનેશનલમનોરંજન

નોરા ફતેહી અને કરણ જોહરે ઓસ્કર આફ્ટર-પાર્ટીની માણી મોજ, જાણો બીજું કોણ હતું?

ઓસ્કર 2025 સમારંભમાં શ્રેષ્ઠ મૂવીઝની ઉજવણી કર્યા પછી સેલિબ્રિટીઓ આ વર્ષના નોમિનીઝ અને વિજેતાઓ સાથે ઉજવણી કરવા વેનિટી ફેર પાર્ટીમાં પહોંચ્યા હતા. ઓસ્કરની ગેસ્ટ લિસ્ટમાં ભારતની ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝની જાણીતી હસ્તીઓ પહોંચી હતી.

ફિલ્મ નિર્માતા કરણ જોહર પણ સામેલ હતો સાથે અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહી પણ પાર્ટીમાં ચમકી હતી. કરણ જોહરે ડિઝાઇનર ગૌરવ ગુપ્તા દ્વારા ડિઝાઇન કરેલ બોલ્ડ અને સ્ટાઇલિશ પોશાક પહેર્યો હતો. ધ રોકી ઔર રાની કી પ્રેમ કહાની દિગ્દર્શકે ફરી એકવાર સાબિત કર્યું કે તેઓ ફેશનની દુનિયામાં ટ્રેન્ડસેટર છે.

આ પણ વાંચો: ફોનથી ફિલ્મ શૂટ કરનારા ડિરેક્ટરે ઓસ્કરમાં બનાવ્યો રેકોર્ડ, જાણો કેટલા જીત્યા એવોર્ડ્સ?

ડાયેટ સબ્યા દ્વારા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલ એક વીડિયોમાં કરણ જોહર ઇવેન્ટ માટે તૈયાર થતો જોવા મળે છે. આફ્ટર-પાર્ટી માટે ફિલ્મ નિર્માતાએ ઓલ-બ્લેક ટેઇલર્ડ સૂટ પહેર્યો હતો. કરણે બ્લેક શર્ટ, બ્લેઝર અને મેચિંગ ટ્રાઉઝર પહેર્યું હતું. જોહરે તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર વીડિયોને પણ શેર કર્યો હતો.

અભિનેત્રી નોરા ફતેહી તેની ફેશન સેન્સ માટે જાણીતી છે. તેણે ઓસ્કર ડે લા રેન્ટા દ્વારા તૈયાર કરેલ સિલ્વર ગાઉન પહેર્યું હતું, જેના પર ફ્લોરલ પેટર્નનું કામ કરેલું હતું. ઉપરાંત, નિર્માતા ગુનિત મોંગા પણ પાર્ટીમાં હાજર હતી.

ગુનીતે મનીષ દ્વારા ડિઝાઈન કરાયેલ અદભૂત બ્રાઉન એસેમ્બલ પહેર્યું હતું. જેમાં પરંપરાગત અને આધુનિક શૈલીઓનું મિશ્રણ હતું. કોર્સેટ સાથે સાડીનો સંગમ કર્યો હતો. સાથે એક ઓવરકોટ પણ હતો. તેણે મોચા બ્રાઉન આઉટફિટ સાથે મનીષ મલ્હોત્રાના સુંદર દાગીનાના લેબલમાંથી ક્લચ અને સ્ટડ ઇયરિંગ્સ સ્ટાઇલ કર્યા હતા.

આ પણ વાંચો: ઓસ્કર વિજેતા જેન હેકમનેનું નિધનઃ પત્નીનો મૃતદેહ ઘરમાંથી મળતા ખળભળાટ

મોંગાની શોર્ટ ફિલ્મ ‘અનુજા’ ઓસ્કરમાં લાઈવ એક્શન શોર્ટ કેટેગરીમાં નોમિનેટ થઈ હતી, પરંતુ ડચ ભાષાની ફિલ્મ ‘આઈ એમ નોટ અ રોબોટ’ સામે હારી ગઈ હતી. એડમ જે ગ્રેવ્સ દ્વારા નિર્દેશિત, અનુજાની વાર્તા અનુજા નામની નવ વર્ષની છોકરીની આસપાસ ફરે છે, જે તેની મોટી બહેન, પલક સાથે નાનકડી ગલીમાં ગારમેન્ટ ફેક્ટરીમાં કામ કરે છે. હોલીશોર્ટ્સ ફિલ્મ ફેસ્ટિવલ, ન્યૂ યોર્ક શોર્ટ્સ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અને મોન્ટક્લેર ફિલ્મ ફેસ્ટિવલ જેવા પ્રતિષ્ઠિત ફેસ્ટિવલમાં પ્રશંસા પામ્યા બાદ ટૂંકી ફિલ્મ ઑસ્કરની રેસમાં પ્રવેશી હતી.

વિદેશી કલાકારોએ ઉડાવ્યા હોશ

આ ઉપરાંત, ઓસ્કરની પાર્ટીમાં વિદેશી કલાકારો, સેલિબ્રિટીઝ, હોલીવુડના કલાકારોએ પણ મોજ કરી હતી. વેનિટી ફેર આફટર પાર્ટીની રેડ કાર્પેટ પર એન્ડ્રુયુ ગાર્ફિલ્ડે ક્લાસિક ગ્રે સ્યુટ અને મેચિંગ બ્લેજરમાં જોવા મળ્યો હતો, ત્યારબાદ કિમ કાર્દિશિયનનું ગાઉન લોકોને વિશેષ પસંદ પડ્યું હતું, જ્યારે ડોજા કેટના ફેશનેબલ ડ્રેસની સૌએ નોંધ લીધી હતી. આ ઉપરાંત, સેલેના ગોમ્સના બ્લેક ડ્રેસ અને બ્યુટિફુલ સ્ટાઈલને જોઈને લોકો આશ્ચર્યમાં ગરકાવ થયા હતા, જે સમગ્ર પાર્ટીમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button