મનોરંજન

નહીં રહી દેવ આનંદની આખરી નિશાનીઆટલા કરોડમાં વેચાઇ ગયો જૂહુવાળો બંગલો

મુંબઇઃ દુનિયા દિગ્ગજ અભિનેતા દેવ આનંદની દીવાની હતી. 60-70ના દાયકામાં અભિનેતાએ એક પછી એક ફિલ્મો આપીને લોકોને દિવાના બનાવ્યા હતા. આ દરમિયાન અભિનેતા સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, અભિનેતાનો જુહુમાં આવેલો બંગલો, જે તેમણે વર્ષ 1950માં બનાવ્યો હતો, તે વેચાઈ ગયો છે. દેવ આનંદ અને તેમની પત્ની કલ્પના કાર્તિકે મુંબઈના આ ઘરમાં 40 વર્ષ વિતાવ્યા હતા. દેવ આનંદને બે બાળકો છે જેમણે આ ઘર વેચવાનું નક્કી કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ડીલ કરોડો રૂપિયામાં થઈ છે. દેવ આનંદનો 74 વર્ષ જૂનો બંગલો એક રિયલ એસ્ટેટ કંપનીએ ખરીદ્યો છે.

દેવ આનંદનો જુહુનો બંગલો એક રિયલ એસ્ટેટ કંપનીને વેચી દેવામાં આવ્યો છે. આ ઘરનો સોદો થઈ ગયો છે. હાલમાં દસ્તાવેજી કામ ચાલી રહ્યા છે. આ પ્રાઇમ લોકેશન બંગલો લગભગ 350-400 કરોડ રૂપિયામાં વેચાયો છે. દેવ આનંદનો બંગલો ખરીદનાર પાર્ટી તેને 22 માળના ટાવરમાં પરિવર્તિત કરવા જઈ રહી છે. એક સમય હતો જ્યારે માધુરી દીક્ષિત અને ડિમ્પલ કાપડિયા પણ આ બંગલાની પાસેના એપાર્ટમેન્ટમાં રહેતી હતી.

દેવ આનંદે જ્યારે આ બંગલો બાંધ્યો હતો ત્યારે આ જગ્યા એટલી લોકપ્રિય નહોતી, પરંતુ આજે જુહુનો આ વિસ્તાર મુંબઇના સૌથી પોશ અને ખર્ચાળ વિસ્તાર તરીકે પ્રખ્યાત છે. દેવ આનંદની પત્નીનું નામ કલ્પના કાર્તિક છે. દેવ આનંદને બે બાળકો છે. એક પુત્ર સુનીલ આનંદ અને પુત્રી દેવીના આનંદ. દેવ આનંદનો આ બંગલો ઘણા સમયથી ખાલી પડ્યો હતો, કારણ કે તેમનો પુત્ર સુનીલ આનંદ યુએસમાં રહે છે. અભિનેતાની પુત્રી દેવીના તેની માતા સાથે ઉટીમાં રહેતી હતી. મુંબઈમાં ઘર સંભાળનાર કોઈ નહોતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button