જામનગરમાં જોવા મળ્યો નીતા અંબાણીનો નોખો અંદાજ, ફોટો વીડિયો થયા વાઈરલ…

નીતા અંબાણી 60 વર્ષેય પોતાની સુંદરતા અને ફિટનેસથી ભલભલી બોલીવુડ એક્ટ્રેસને મ્હાત આપે છે. હંમેશા પોતાની ક્લાસિક ફેશન માટે ઓળખાતા નીતા અંબાણી હાલમાં આઈપીએલની મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સાથે ગુજરાતના જામનગર ખાતે પહોંચ્યા હતા અને કહેવાની જરૂર ખરી કે આ સમયે પણ તેમણે પોતાની સ્ટાઈલ અને ફેશનથી લોકોના દિલ જિતી લીધા હતા. આવો જોઈએ શું ખાસ હતું નીતા અંબાણીના આ લૂકમાં…
અંબાણી પરિવારની દરેકેદરેક મહિલાનો ઠસ્સો અલગ જ હોય છે, પણ આ બધામાં નીતા અંબાણીની વાત જ અલગ છે. નીતા અંબાણી કોઈ પણ ઈવેન્ટમાં એવા આઉટફિટ અને જ્વેલરી પહેરે છે કે લોકોની નજર તેના પર અટકી જાય. આવું જ કંઈક ફરી એક વખત નીતા અંબાણીની જામનગર વિઝિટ દરમિયાન જોવા મળ્યું. આ વિઝિટના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.
નીતા અંબાણી આઈપીએલની પોતાની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ સાથે જામનગર પહોંચ્યા હતા. આ સમયે તેમની સાથે હાર્દિક પંડ્યા, રોહિત શર્મા અને અન્ય ખિલાડીઓ પણ જોવા મળ્યા હતા. નીતા અંબાણીએ આ વિઝિટ દરમિયાન સિમ્પલ પણ એકદમ સ્ટાઈલિશ કો-ઓર્ડ સેટ પહેર્યો હતો. પેસ્ટલ બ્લ્યુ શર્ટ કે જેના પર આગળ બટન હતા એમાં નીતા અંબાણી ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. ઓવરસાઈઝ્ડ શર્ટ નીતા અંબાણીને એકદમ કમ્ફર્ટ આપી રહ્યો હતો. આ શર્ટ સાથે નીતા અંબાણીએ મેચિંગ પેન્ટ પહેરી હતી.
ફ્લોરલ પ્રિન્ટવાળા કો-ઓર્ડ સેટમાં નીતા અંબાણી એક બ્યુટીફૂલ લાગી રહ્યા હતા. નીતા અંબાણી પોતાના આ લૂકને એકદમ સિમ્પલ રાખતા ડાયમંડ સ્ટડ ઈયરરિંગ્સ પહેર્યા હતા. તેમણે પોતાના હેયરને પોનીમાં બાંધ્યા હતા. વાઈરલ થઈ રહેલાં ફોટોમાં નીતા અંબાણી માસ્ક પણ પહેરેલા જોવા મળી રહ્યા છે.
વાત કરીએ નીતા અંબાણી સાથે જોવા મળેલાં ખેલાડીઓની તો રોહિત શર્મા, હાર્દિક પંડ્યા જિન્સ અને ટી-શર્ટમાં એકદમ સ્માર્ટ લાગી રહ્યા હતા. હાર્દિક પંડ્યા અને રોહિત શર્માએ ડાર્ક બ્લ્યુ ટી-શર્ટ પહેર્યું હતું, જેના પર મુંબઈ ઈન્ડિયન્સનો લોગો જોવા મળ્યો હતો. તમે પણ નીતા અંબાણીનો આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…
આ પણ વાંચો: દીકરીના પ્રેમીના પિતાને મારી નાખનાર મહિલાઓએ તલાટીને એસિડ ફેંકવાની આપી ધમકી