નીતા અંબાણીએ વેવાણની બર્થડે પાર્ટીમાં પહેર્યો કરોડોનો નેકલેસ, જાણો શું છે આ ‘પરાઈબા ટુરમલીન’?

અંબાણી પરિવારની ગણતરી દુનિયાના ધનવાન પરિવારમાં ગણતરી કરવામાં આવે છે અને આ પરિવારનો દરેક સદસ્ય પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં આવતો હોય છે. એમાં પણ વાત કરીએ પરિવારના લેડી બોસ નીતા અંબાણીની તો તેમનો તો કોઈ જવાબ જ નથી. દરેક ઈવેન્ટમાં નીતા અંબાણી પોતાની સ્ટાઈલ અને ફેશનસેન્સથી લાઈમલાઈટમાં રહેતાં હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં વેવાણ મોના મહેતાની બર્થડે પાર્ટીમાં પહોંચેલા નીતા અંબાણીએ પોતાના લૂકથી ફરી એક વખત લાઈમલાઈટ લૂંટી લીધી હતી. ચાલો જોઈએ શું છે ખાસ આ વીડિયોમાં…
નીતા અંબાણી સહિત આખો અંબાણી પરિવાર પરિવારના મોટા વહુરાણી શ્લોકા મહેતાની મમ્મી મોના મહેતાના 60મા બર્થડેની પાર્ટીમાં પહોંચ્યા હતા. આ સમયે પણ નીતા અંબાણીએ પોતાના સુંદર આઉટફિટ અને સુંદર જ્વેલરીથી લાઈમલાઈટ લૂંટી લીધી હતી. પરંતુ સૌથી વધારે ચર્ચા થઈ રહી છે નીતા અંબાણીના ગળામાં જોવા મળી રહેલાં બ્રાઝિલિયન પરાઈબા ટુરમલીન નેકપીસની. આઈ નો હવે તમને આ પરાઈબા ટુરમલીન શું છે એ જાણવાની તાલાવેલી થઈ રહી હશે હેં ને?
પરાઈબા ટુરમલીન શું છે એની વાત કરીએ તો તે એક કિંમતી રત્ન છે. ચમકના મામલામાં આ રત્નને કોઈ જેમસ્ટોન ટક્કર નથી આપી શકતું અને તેને પરાઈબા એટલા માટે પણ કહેવામાં આવે છે કારણ કે તે બ્રાઝિલના પરાઈબા વિસ્તારમાંથી મળી આવ્યો હતો. ડાયમંડથી પણ આ પરાઈબા ટુરમલીન ડાયમંડ્સ કરતાં પણ મોંઘા હોય છે અને તેને ખાસ માનવામાં આવે છે.
વાત કરીએ આ કિંમતી રત્નના મૂલ્યની તો એક સાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર એક કેરેટ પરાઈબ ટુરમલીનની કિંમત 1,60,000થી લઈને 41,50,000 રૂપિયા સુધીની હોઈ શકે છે. દરેક ડાયમંડની કિંમત કેટલી હશે એ તેની સાઈઝ, રંગ અને આકાર પર નિર્ભર કરે છે. વાત કરીએ નીતા અંબાણીના ગળામાં જોવા મળેલા પરાઈબા ટુરમલીનની તો તે 20 કેરેટ કરતાં વધુનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ સાથે નીતા અંબાણીએ ડાયમંડ્સ સ્ટાઈલ કર્યા હતા.
નીતા અંબાણીએ આટલી મૂલ્યવાન જ્વેલરીની સાથે સુંદર ફ્લોરલ પ્રિન્ટવાળી સાડી પહેરી હતી અને હર હંમેશની જેમ જ તેમણે સુંદર મેચિંગ બ્લાઉઝ સ્ટાઈલ કર્યો હતો. નીતા અંબાણીએ કાનમાં અને હાથમાં સુંદર ડાયમંડ્સ રિંગ પહેરી હતી, જેણે તેમના લૂકમાં ચાર ચાંદ લગાવ્યા હતા. સોશિયલ મીડિયા પર નીતા અંબાણીનો આ લૂક ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…
સોશિયલ મીડિયા પર નેટિઝન્સ નીતા અંબાણીના લૂકની ચર્ચા કરી રહ્યા છે. લાઈક્સ અને કમેન્ટ કરીને સોશિયલ મીડિયા પર વ્હાલ વરસાવી રહ્યા છે. કેટલાક લોકો એવું કહી રહ્યા છે તે નીતા અંબાણીએ તો પોતાના વેવાણ પર પણ રહેમ નહીં કરી અને તેમના સ્પેશિયલ ડે પર લાઈમલાઈટ લૂંટી લીધી હતી.
આપણ વાંચો: શ્રદ્ધા કપૂરની ફી આલિયા ભટ્ટ કરતા પણ વધુ! શક્તિ કપૂરે કર્યો ચોંકાવનારો ખુલાસો



