Mukesh Ambani નહીં આ ખાસ વ્યક્તિ સાથે Nita Ambani દેખાયા એકદમ Happy Happy…

અંબાણી પરિવારની ખાસિયત જ એ છે કે તેઓ કોઈ પણ ઈવેન્ટમાં છવાઈ જાય છે. આવું જ કંઈક ફરી એક વખત જોવા મળ્યું હતું. સોશિયલ મીડિયા પર હાલમાં ગૌતમ અદાણીના દીકરા જિત અદાણી અને દિવા શાહ તેમ જ પ્રિયંકા ચોપ્રાના ભાઈ સિદ્ધાર્થ ચોપ્રા અને નીલમ ઉપાધ્યાનના લગ્નની ચર્ચામાં જોવા મળી રહી છે. પરંતુ આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર સિદ્ધાર્થ અને નીલમના લગ્નનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં અંબાણી પરિવારના લેડી બોસ નીતા અંબાણી (Nita Ambani)નો શાનદાર લૂક જોવા મળી રહ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો અંબાણી પરિવારના મહિલા મંડળે આ ઈવેન્ટમાં પણ હર હંમેશની જેમ લાઈમલાઈટ ચોરી લીધી હતી.
સોશિયલ મીડિયા પર પીસીના કઝિન ભાઈના લગ્નના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. આ ઈવેન્ટમાં નિક જોનસ જોધપુરી આઉટફિટમાં તો પીસી પણ સુંદર લહેંગામાં લગ્નની મજા માણતા જોવા મળી રહ્યા છે. આ બધા વચ્ચે અંબાણી લેડિઝ પણ આ ઈવેન્ટમાં છવાઈ ગયા હતા. નીતા અંબાણી અને શ્લોકા મહેતા (Shloka Mehta) એક સાથે લગ્નમાં પહોંચ્યા હતા.
પીસીના લગ્નમાં નીતા અંબાણીએ આ ઈવેન્ટ માટે લાલ કલરની સાડી પહેરી હતી જેના પર ગોલ્ડન જરીનું વર્ક કરવામાં આવ્યું હતું. આ સાડીમાં નીતા અંબાણી હંમેશની જેમ બ્યુટીફૂલ લાગી રહ્યા હતા. વાત કરીએ શ્લોકાની તો શ્લોકાએ પણ ગોલ્ડન બોર્ડર સાથે પિંક સાડી કેરી કરી હતી. આ સમયે નીતા અંબાણી નિક જોનાસ સાથે ઊભા હતા અને તેઓ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા અને તાળીઓ પાડી રહ્યા છે. સાસુ-વહુનો વેડિંગ લૂક એકદમ પરફેક્ટ લાગી રહ્યો હતો. નેટિઝન્સ પણ નીતા અંબાણી અને શ્લોકા મહેતાનો લૂક ખૂબ જ ગ્રેસફૂલ લાગી રહ્યો હતો.
આ પણ વાંચો…હિમેશની ‘Badass Ravikumar’ કે જુનૈદની લવયાપા, બૉક્સ ઓફિસ પર કોણ કમાયું?
વાત કરીએ નીતા અંબાણીની તો નીતા અંબાણી 60 વર્ષેય ફેશન અને સ્ટાઈલથી ભલભલી બોલીવૂડ એક્ટ્રેસને મ્હાત આપતા હોય છે. એટલું જ નહીં તઓ પોતાની વહુ શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટ તેમ જ દીકરી ઈશા અંબાણીને પણ ફેશન અને સુંદરતામાં કાંટે કી ટક્કર આપે છે. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…