મનોરંજન

બાંધણી સાથે બેકલેસ બ્લાઉઝ પહેરીને છવાઈ ગઈ અંબાણી પરિવારની આ માનુની…

દુનિયાના ધનવાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમનો પરિવાર હંમેશાથી ફેશન અને સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ ટેબલ ટેનિસ ચેમ્પિયન મુદ્દિત દાનીના મુંબઈમાં યોજાયેલી વેડિંગ સેરેમનીમાં અંબાણી પરિવાર પહોંચ્યો હતો અને હંમેશની જેમ લાઈમલાઈટ લૂંટી લીધી હતી. પરંતુ આખા પરિવારમાં સૌથી વધુ કોઈ સેન્ટર ઓફ અટ્રેક્શન બન્યું હોય તો તે નીતા અંબાણી (Nita Ambani). આ સમયે નીતા અંબાણીએ ખૂબ જ સુંદર ઓરેન્જ કલરની બાંધણીની સાડીમાં બધાનું ધ્યાન ખેંચી લીધું હતું. આવો જોઈએ એવું તે શું ખાસ હતું નીતા અંબાણીની સાડીમાં…

સોશિયલ મીડિયા મુદિત દાનીના લગ્નના ફોટો અને વીડિયો વાઈરલ થઈ રહ્યા છે, જેમાં આખો અંબાણી પરિવાર સાથે જોવા મળી રહ્યો છે. આ સમયે મુકેશ અંબાણીએ કુર્તા-પાયજામો પહેર્યો હતો અને દીકરા આકાશ અંબાણી અને અનંત અંબાણીએ ટ્રેડિશનલ અટાયર પહેર્યો હતો. અંબાણી પરિવારની વહુ શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટ પણ ખૂબ જ એલિગન્ટ અને સ્ટાઈલિશ દેખાઈ રહી હતી. પણ આ બધાના લૂક નીતા અંબાણીનો લૂક ખૂબ જ સુપર હતો અને તેમના આઉટફિટની ચર્ચા થઈ રહી છે.

નીતા અંબાણી એક વાઈબ્રન્ટ ઓરેન્જ બાંધણીની સાડી પહેરી હતી જેના પર જરીથી વર્ક કરવામાં આવ્યું હતું. બાંધણીએ ગુજરાતના કચ્છની હસ્તકળાનો એક ઉત્કૃષ્ટ નમૂનો છે. નીતા અંબાણીના લૂકમાં બાંધણીની સાડી ચાર ચાંદ લગાવી રહી હતી. તેમણે આ સાડીને સ્લીવલેસ અને બેકલેસ બ્લાઉઝ સાથે પેર કરી હતી, જે એમના ટ્રેડિશનલ લૂકને મોર્ડન ટચ આપી રહી હતી.

નીતા અંબાણીએ આ સાડી સાથે મોતીનો નેકલેસ અને ડાયમંડના ઝુમખા પહેર્યા હતા, જે તેમના સોફિસ્ટિકેટેડ સ્ટાઈલને નિખારી રહ્યા હતા. તેમણે આ વખતે હેવી જ્વેલરીને બદલે મિનિમલિસ્ટિક એક્સેસરીઝને પસંદ કર્યો હતો, જેણે તેમના લૂકને બેલેન્સ્ડ બનાવવાનું કામ કર્યું હતું. આ લૂક સાથે તેમણે સટલ મેકઅપ કર્યો હતો અને ન્યૂડ શેડ્સનો ઉપયોગ કર્યો હતો.

વાત કરીએ નીતા અંબાણીની તો તેઓ હંમેશની જેમ જ પોતાના સ્ટાઈલિશ અંદાજથી લોકોને ઈમ્પ્રેસ કર્યો હતો પછી એ કોઈના લગ્ન હોય કે ફેશન ઈવેન્ટ હોય કે કોઈ એવોર્ડ ફંક્શન. સોશિયલ મીડિયા પર નીતા અંબાણીનો આ લૂક ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. નેટિઝન્સ તેમની સુંદરતા અને લૂકના વખાણ કરતાં નથી થાકી રહ્યા.

આપણ વાંચો : નીતા અંબાણી અચાનક પહોંચ્યા ન્યૂયોર્કની આ ખાસ રેસ્ટોરાં, અને પછી…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button