મનોરંજન

નીતા અંબાણી અચાનક પહોંચ્યા ન્યૂયોર્કની આ ખાસ રેસ્ટોરાં, અને પછી…

દુનિયાના ધનવાન પરિવારમાંથી એક એવા અંબાણી પરિવારના લેડી બોસ નીતા અંબાણી સ્ટાઈલ અને ફેશનના મામલામાં તો બોલીવૂડ એક્ટ્રેસને પણ ટક્કર આપે છે. આવા આ નીતા અંબાણીનું ભારતીય સંસ્કૃતિ અને કળા પ્રત્યેનો પ્રેમ કોઈથી પણ છુપો નથી. નીતા અંબાણી હાલમાં જ ન્યૂયોર્કના જાણીતા શેફ વિકાસ ખન્નાના રેસ્ટોરાં બંગલો ખાતે પહોંચ્યા હતા અને ત્યાં તેમણે સ્પેશિયલ ઈવનિંગ સ્પેન્ડ કરી હતી. આ મુલાકાતનું કારણ એનએમએસીસી ઈન્ડિયા વીકેન્ડ માટે ખાસ ભારતીય વાનગીઓની પસંદગી કરવાનો હતો. આ સમયે નીતા અંબાણી સાથે દીકરી ઈશા અંબાણી અને દોહિત્રી આદ્યા શક્તિ પણ હાજર હતી. આવો જોઈએ આ સમયે નીતા અંબાણીએ કઈ વાનગીઓ ચાખી…

સોશિયલ મીડિયા પર આ મુલાકાતનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં રેસ્ટોરાંમાં પહોંચતા જ નીતા અંબાણીનું સ્વાગત ડાન્સ અને ફૂલોની વર્ષા સાથે કરવામાં આવ્યું હતું. આ સમયે નીતા અંબાણીએ પર્ફોર્મ કરી રહેલાં કલાકારો સાથે ક્લાસિકલ ડાન્સની એક નાનકડી ઝલક પણ રજૂ કરી હતી.

આ પણ વાંચો: કરોડોના માલિક નીતા અંબાણીની નવી ડાયમંડ જ્વેલરી જોઈ કે? જોશો તો…

ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા આ વીડિયોમાં જોવા મળે છે કે ડાન્સર્સે જેવું નીતા અંબાણીને તેમની સાથે પર્ફોર્મ કરવાની રિક્વેસ્ટ કરી એટલે એકાદ સેકન્ડ વિચાર્યા બાદ આદ્યાને ઈશાને સોંપીને ખુદ ડાન્સ ફ્લોર પર પહોંચીને પર્ફોર્મન્સ એન્જોય કર્યું હતું. આ સમયે શેફ વિકાસ ખન્ના ખૂબ જ ઈમોશનલ થઈ ગયા હતા.

નીતા અંબાણીએ શેફ દ્વારા બનાવવામાં આવેલી વિવિધ ભારતીય વાનગીઓનો સ્વાદ ચાખીને નીતા અંબાણીએ તેમની કળા અને કુશળતાના ભરપેટ વખાણ પણ કર્યા હતા. આ ખાસ મુલાકાત પર વિકાસે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે નીતા અંબાણીને રેસ્ટોરાંમાં હોસ્ટ કરવું સન્માનની વાત હતી. 12થી 14 સપ્ટેમ્બરના એનએમએસીસી ખાતે યોજાનારા ત્રણ દિવસીય મહોત્સવ દરમિયાન ભારતીય કળા, સંગીત, નૃત્ય, ફેશન અને વાનગીઓનું પ્રદર્શન કરવામાં આવશે.

આ પણ વાંચો: આખરે નીતા અંબાણીની ફિટનેસનું સિક્રેટ રિવીલ થઈ જ ગયું, તમે પણ જોઈ લો… વીડિયો થયો વાઈરલ

આ મુલાકાત દરમિયાન નીતા અંબાણીએ લાઈટ કલની ફ્લોરલ પ્રિન્ટવાળી સાડી પહેરી હતી, જેની સાથે તેમણે મેચિંગ વર્કવાળું બ્લાઉસ પહેર્યું હતું. સાડી પર રહેલી રેડ કલરની બોર્ડર નીતા અંબાણીના લૂકમાં ચાર ચાંદ લગાવી રહ્યા હતા. ડામંડ સ્ટડેડ ઈયરરિંગ્સ, ડાયમંડવાળી બેંગલ્સ પહેરી હતી.

દરમિયાન એવું કહેવાઈ રહ્યું છે કે નીતા અંબાણીની આ ન્યૂયોર્ક વિઝિટ આ મહોત્સવની તૈયારીના ભાગરૂપે જ હતી. નીતા અંબાણીનું આ પગસું ભારતની પરંપરા અને આધુનિકતાને એક સાથે જોડવાનો અનોખો પ્રયાસ હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button