મનોરંજન

₹900 કરોડની નેટવર્થ ધરાવતા Nita Ambani આ કોના માટે શોપિંગ કરી રહ્યા છે? વીડિયો થયો વાઈરલ….

અંબાણી પરિવારના લેડી બોસ નીતા અંબાણી (Nita Ambani)એ હાલમાં જ પોતાનો 63 મો બર્થડે સેલિબ્રેટ કર્યો જેવા વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થયા હતા. આ વીડિયોમાં નીતા અંબાણી પતિ મુકેશ અંબાણી અને પરિવાર સાથે બર્થડે સેલિબ્રેટ કરતાં જોવા મળ્યા હતા. હવે નીતા અંબાણીનો એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં તેઓ મોલમાં શોપિંગ કરતાં જોવા મળ્યા હતા. આવો જોઈએ નીતા અંબાણી કોના માટે શોપિંગ કરવા પહોંચ્યા હતા…

વીડિયો કોલ પર પૃથ્વી સાથે કરી વાતો

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં નીતા અંબાણી મોલમાં આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના દીકરા પૃથ્વી માટે રમકડાં ખરીદવા માટે પહોંચ્યા હતા. આ વીડિયોમાં નીતા અંબાણી પૃથ્વીની સાથે વીડિયો કોલ પર વાત કરતાં જોવા મળ્યા હતા અને એના માટે રમકડાં ખરીદવા લાગ્યા હતા.

વ્હાઈટ કો-ઓર્ડ સેટમાં શોભી ઉઠ્યા નીતા અંબાણી

આ સમયે નીતા અંબાણીએ વ્હાઈટ કો-ઓર્ડ સેટ પહેર્યો હતો. રાઉન્ડ નેક ટી-શર્ટમાં નીતા અંબાણી બ્યુટીફૂલ લાગી રહ્યા હતા. આ ટી-શર્ટના સ્લીવ્ઝ પર કલરફૂલ પ્રિન્ટ જોવા મળી રહી છે. નીતા અંબાણીનો આ લૂક સિમ્પલ પણ એકદમ સ્ટાઈલિશ હતો. પોની ટેઈલ સાથે નીતા અંબાણીએ નો મેકઅપ લૂક કેરી કર્યો હતો. નીતા અંબાણીનો આ લૂક તેમના અત્યાર સુધીના લૂકની જેમ જ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

દાદી-પૌત્રનો સ્ટ્રોન્ગ બોન્ડ

નીતા અંબાણીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે અને આ વીડિયોમાં નીતા અંબાણીનો પોતાના પૌત્ર માટેનો પ્રેમ જોવા મળી રહ્યો છે. કરોડોનો બિઝનેસ સંભાળતા અને અંબાણી પરિવારના લેડી બોસ તરીકે ઓળખાતા નીતા અંબાણી દાદીના રોલમાં પણ એટલા પરફેક્ટ ફિટ લાગી રહ્યા છે.

સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો પર લાઈક્સ અને કમેન્ટ કરીને વ્હાલ વરસાવી રહ્યા છે. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો… આ વીડિયો તમને પણ કેવો લાગ્યો અમને ચોક્કસ જણાવો.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button