રાજા-મહારાજાઓને શરમાવે એવું છે Ambani Familyની આ ફિમેલ મેમ્બરનું Jewellery Collection…

અંબાણી પરિવાર (Ambani Family)ની ગણતરી દેશ જ નહીં પણ દુનિયાના સૌથી ધનવાન પરિવારમાં કરવામાં આવે છે. આ પરિવારના દરેક સદસ્યની રહેણી-કરણીમાંથી રઈસી ઝલકારી હોય છે પછી એ પરિવારનું મહિલા મંડળ હોય કે પુરુષ વર્ગ હોય. પરંતુ આજે આપણે અહીં અંબાણી પરિવારની એક માનુનીના રોયલ જ્વેલરી કલેક્શન વિશે વાત કરીશું. આ જ્વેલરી કલેક્શન તો કોઈ મોગલ બાદશાહ કે મહારાણીને શરમાવે એવું છે. આવો જોઈએ કોણ છે આ માનુની અને એવું તે શું ખાસ છે આ કલેક્શનમાં…
આ માનુની છે નીતા અંબાણી (Nita Ambani). નીતા અંબાણી માથાથી લઈને પગ સુધી હીરા, પન્ના અને સોના-ચાંદીથી લદેલાં હોય છે પછી એ જ્વેલરીની વાત હોય કે સાડી વાત હોય. નીતા અંબાણીના ટેસ્ટનો કોઈ જવાબ નથી. પરંતુ નીતા અંબાણીને એન્ટિક જ્વેલરીનો પણ એટલો જ શોખ છે અને એ વાતનો અંદાજો એ વાત પરથી જ આવી જાય છે, કે તેમના કલેક્શનમાં મોગલ બાદશાહના ખજાનાની અમુલ્ય વસ્તુઓનો સમાવેશ પણ થાય છે.

પોતાના એન્ટિક જ્વેલરી કલેક્શનમાંથી જ એક બાજુબંધ પહેરીને જ્યારે ઈવેન્ટમાં પહોંચ્યા ત્યારે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો હતો. મનિષ મલ્હોત્રાની ડિઝાઈનર બનારસી જંગલા સાડી સાથે નીતા અંબાણીએ એક નાયાબ બાજુબંધ પહેર્યો હતો અને આ ક્લાસિક એન્ટિક બાજુબંધ માટે એવું કહેવાય છે કે તે મોગલ સમ્રાટ શાહજહાંની મુગટની કલગી છે. આ કલગીને જ નીતા અંબાણી બાજુબંધની જેમ સ્ટાઈલ કર્યો હતો.

રિપોર્ટ્સની વાત કરીએ તો 2019માં છેલ્લી વખત આ પીસ ક્રિસ્ટી ફ્રોમ ધ ગ્રેટ મુગલ્સ મહારાજાઝઃ જ્વેલ્સ ફ્રોમ ધ અલ થાની કલેક્શનના ઓક્શનમાં જોવા ણળ્યો હતો. આ ઐતિહાસિક ઘરેણું સોનામાંથી બનાવવામાં આવ્યું છે. પચિકાકમ ટેક્નિકનો ઉપયોગ કરીને હીરા, માણેક અને સ્પિનેલ સાથે સેટ કરવામાં આવ્યું છે અને એની કિંમત આશરે 200 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

વાત આટલેથી જ નથી પૂરી થતાં. નીતા અંબાણીના જ્વેલરી કલેક્શનમાં એક એવી અંગૂઠી પણ છે જે હમણાં જ તેમણે અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના રિસેપ્શનમાં ફ્લોન્ટ કરી હતી. સોશિયલ મીડિયા પર આ અંગૂઠી વિશેની ઉપલબ્ધ માહિતી અનુસાર આ વીંટી કોઈ સામાન્ય હીરામાંથી નથી બનાવવામાં આવી બલ્કિ આ વીંટીની મિરર ઓફ પેરેડાઈઝ તરીકે ઓળખવામાં આવે છે. આ વીંટીનું વજન 52.8 કેરેટ હોવાનું કહેવાય છે અને એની કિંમત પણ આશરે 6.5 મિલિયન એટલે કે 53 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
નીતા અંબાણીને આ વીંટી ખૂબ જ પસંદ છે અને એટલે જ કદાચ તેમણે એક કરતાં વધુ વખત આ વીંટીને પહેરીને ગ્રેસફૂલી ફ્લોન્ટ કરી છે. આ વીંટી પણ એક સમયે મોગલ બાદશાહની શાન ગણાતી હતી, પરંતુ હવે તે અંબાણી પરિવારની માનૂનીનું જ્વેલરી કલેક્શન શોભાવી રહી છે, એમાં શંકાને કોઈ સ્થાન નથી.
Also Read –