મનિષ મલ્હોત્રાની Diwali Partyમાં લાઈમલાઈટ લૂંટી Nita Ambani અને Radhika Merchantએ, સાસુ-વહુની બોન્ડિંગે જિત્યા દિલ… | મુંબઈ સમાચાર
મનોરંજન

મનિષ મલ્હોત્રાની Diwali Partyમાં લાઈમલાઈટ લૂંટી Nita Ambani અને Radhika Merchantએ, સાસુ-વહુની બોન્ડિંગે જિત્યા દિલ…

દિવાળીને હવે ગણતરીને દિવસો બાકી છે અને દર વર્ષની જેમ ફેશન ઈન્ડસ્ટ્રીના જાણીતા મનિષ મલ્હોત્રાએ દિવાલી પાર્ટી થ્રો કરી હતી. આ પાર્ટી ખૂબ જ લાઈમલાઈટમાં રહે છે અને ઈન્ડસ્ટ્રીના મોટા મોટા સેલિબ્રિટી આ પાર્ટીમાં પોતાની ફેશનનો જાદુ ચલાવે છે. આ વખતે પણ મનિષ મલ્હોત્રાએ પાર્ટી આપી હતી અને આ પાર્ટીમાં કરિના કપૂરથી લઈને અંબાણી લેડિઝે પણ હાજરી આપી હતી અને પોતાના લૂકથી લાઈમલાઈટ લૂંટી લીધી હતી.

મનિષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં અંબાણી પરિવારના લેડી બોસ નીતા અંબાણી (Nita Ambani) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) સાથે પહોંચ્યા હતા. હર હંમેશની જેમ જ સાસુ-વહુની આ જોડીએ પોતાની ફેશન અને સ્ટાઈલથી ચર્ચામાં આવી ગયા છે. પેપ્ઝને નીતા અને રાધિકાએ પોઝ આપ્યા હતા, જે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.

ઓફ વ્હાઈટ સાડીમાં રાધિકા મર્ચન્ટે ચલાવ્યો જાદુ
વાઈરલ થઈ રહેલાં ફોટો અને વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રાધિકા મર્ચન્ટ સાસુ નીતા અંબાણીનો હાથ પકડીને પહોંચી હતી અને પેપ્ઝને પોઝ આપ્યા હતા. આ સમયે રાધિકાએ ઓફ વ્હાઈટ કલરની સાડી પહેરી હતી અને હાથમાં સુંદર નેકલેસ અને ઈયરરિંગ્સ પણ પહેર્યા હતા. આ સાથે તેણે એક નાની હેન્ડ પર્સ કેરી હતી. વાત કરીએ મેકઅપ અને હેર સ્ટાઈલની તો આ સમયે રાધિકાએ સાઈડ પાર્ટેડ હેર સ્ટાઈલ અને મિનીમલ મેકઅપ કર્યો હતો. રાધિકાએ મિલિયન ડોલર સ્માઈલ સાથે પોતાના લૂકને કમ્પલિટ કર્યો હતો.

નીતા અંબાણી અને તેમની રૂ. 15 કરોડની બેગ
નીતા અંબાણીની વાત કરીએ તો નીતા અંબાણીએ પણ શિમરી સાડી પહેરી હતી અને આ સાડી સાથે તેમણે સ્લીવલેસ બ્લાઉઝ સ્ટાઈલ કર્યો હતો. આ સુંદર આઉટફિટ સાથે નીતા અંબાણીએ માત્ર ઈયરરિંગ્સ કેરી કર્યા હતા અને હેરબનની સાથે લાઈટમેકઅપ કર્યો હતો. નીતા અંબાણી આ લૂકમાં 60 વર્ષે પણ બોલીવૂડ એક્ટ્રેસને ટક્કર આપી હતી. લૂકને કમ્પલિટ કરવા માટે નીતા અંબાણી નાનકડી સુંદર હેન્ડ બેગ કેરી કરી હતી. એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર આ નાનકડી હેન્ડ બેગ લક્ઝુરિયસ બ્રાન્ડ હર્મ્સ કેલીમોર્ફ્સની છે અને તેની કિંમત 15 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

શ્લોકા મહેતાએ પણ લૂંટી લાઈમલાઈટ
અંબાણી પરિવારના મોટા વહુરાણી શ્લોકા મહેતા પણ મનિષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં પહોંચ્યા હતા. શ્લોકા હંમેશા પોતાની સાદગી અને સિમ્પલિસિટીને કારણે ચર્ચામાં રહે છે અને આ પાર્ટી માટે તેમણે પિંક કલરનો આઉટફિટ કેરી કર્યો હતો. મિનીમલ મેકઅપ સાથે ઈયરરિંગ્સ અને બેન્ગલ્સ સાથે શ્લોકાએ પોતાનો લૂક કમ્પલિટ કર્યો હતો.

અંબાણી લેડિઝનો આ લૂક સોશિયલ મીડિયા ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે અને તમે પણ ના જોયો હોય તો હમણાં જ જોઈ લો. અંબાણી લેડીઝ ક્લબ હંમેશાથી જ પોતાની લક્ઝુયરિયસ લાઈફસ્ટાઈલ અને ફેશનસેન્સને કારણે ચર્ચામાં રહેતું હોય છે.

પ્રિયંકા ચોપ્રાએ પણ લૂંટી લાઈમલાઈટ
બોલીવૂડની દેસી ગર્લ પ્રિયંકા ચોપ્રા પણ પતિ નિક જોનાસ સાથે મનિષ મલ્હોત્રાની દિવાળી પાર્ટી પર પહોંચી હતી. પીસીનો પાર્ટી લૂક સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. નેટિઝન્સ પણ પીસીની ફેશન સેન્સથી ઈમ્પ્રેસ થઈ ગયા હતા અને તેમણે એવી ટિપ્પણી આપી હતી કે પીસી એકલી જ મનિષ મલ્હોત્રાની ગેન્ગ પર પોતાની ગજબની ફેશનથી ભારે પડી હતી. વ્હાઈટ કલરના ડિઝાઈનર આઉટફિટમાં પીસી એકદમ દેસી ગર્લ લાગી રહી હતી.

આપણ વાંચો:  KBCમાં ગુજરાતના આ વિદ્યાર્થીથી નેટીઝન્સ થયા નારાજઃ બાળકોને થોડા સંસ્કાર આપવાની આપી દીધી સલાહ

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button