મહારાષ્ટ્રની 2000 વર્ષ જૂની કારિગરીને આટલી ગ્રેસફૂલી તો Nita Ambani જ હેન્ડલ કરી શકે…
જીવનની 60 વર્ષની સફર ખેડી ચૂકેલા નીતા અંબાણી (Nita Ambani)ની ઉંમર દિવસે દિવસે વધવાને બદલે ઘટી રહી હોય એવું તેના ચહેરાના વધી રહેલાં નિખારને જોતા લાગી રહ્યું છે. નીતા અંબાણીની સુંદરતા અને અદ્ભૂત ફેશનસેન્સ તેમને ભીડમાં પણ એકદમ અલગ તારવે છે. ફેશનના મામલામાં તો નીતા અંબાણી પોતાની દીકરી ઈશા અંબાણી અને વહુઓ શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટને પણ કોમ્પ્લેક્સ ફીલ કરાવી દે છે. આવું જ કંઈક નીતા અંબાણીએ ફરી એક વખત કરીને પોતાની અદ્ભૂત ફેશનસેન્સનો પરિચય આપ્યો છે.
હાલમાં સોશિયલ મીડિયા પર નીતા અંબાણીના કેટલાક ફોટો વાઈરલ થઈ રહ્યા છે જેમાં તેમણે જાંબુળી રંગની પૈઠણી સાડી પહેરી છે. તેમનો આ અસ્સલ મહારાષ્ટ્રિયન મિજાજ જોઈને તેમના પરથી નજર હટાવવાનું મુશ્કેલ બની જશે. નીતા અંબાણી પહેરેલી આ જાંબુળી રંગની પૈઠણી સાડી ખાસ મનિષ મલ્હોત્રાએ ડિઝાઈન કરી છ અને પ્લેન સાડી પર ગોલ્ડન કલરની બોર્ડર પર જાંબુળી અને પિંક કલરની ફ્લોરલ બોર્ડર એકદમ યુનિક દેખાઈ રહી છે.
આ પણ વાંચો: કંઇક આ રીતે પુત્ર-પુત્રવધુથી વિદાય લીધી નીતા અંબાણીએ, વીડિયો જુઓ
નીતા અંબાણીએ આ સાડીને ખૂબ જ ગ્રેસફૂલી કેરી કરી છે. તેમણે આ સાથે ગોલ્ડન કલરનું બ્લાઉઝ પેરઅપ કર્યું છે. માથા પર ગોળ જાંબુળી રંગની ટિકલી અને કાનમાં સુંદર ડાયમંડના બુટિયા અને હાથમાં કડા પહેરીને નીતા અંબાણીએ વધતી ઉંમરને મ્હાત આપી દીધી છે, એવું કહીએ તો તેમાં જરાય અતિશયોક્તિ નહીં ગણાય. નીતા અંબાણીની સિલ્કની સાડી પર એક સુંદર પૈઠણી બોર્ડર અટેચ કરવામાં આવી છે, જે રાજસી પરંપરાને દર્શાવે છે.
આ પણ વાંચો: કૃપા કરીને માફ કરજો…. નીતા અંબાણીએ કોની માફી માગી! વાયરલ થયો વીડિયો
વાત કરીએ પૈઠણીની સાડી અને એના ઈતિહાસની તો આ સાડી મરાઠવાડાના ઐતિહાસિક શહેર પૈઠણમાં બનાવવવામાં આવે છે અને નીતા અંબાણીએ પહેરેલી આ સાડી 2000 વર્ષથી ચાલી આવી રહેલી મહારાષ્ટ્રની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની એક આછેરી ઝલક જોવા મળે છે. જો પૈઠણી બોર્ડરવાળી સિલ્હની સાડી આટલી સુંદર દેખાઈ રહી હોય તો અસ્સલ પૈઠણીની કલ્પના જ કરવી રહી….