મહેલોથી જરાય ઓછું નથી ઉતરતું Nita Ambaniનું પ્રાઈવેટ જેટ, અંદરની સુવિધાઓ જોઈને તો…
અંબાણી પરિવારના લેડી બોસ નીતા અંબાણી (Nita Ambani) 61 વર્ષની ઉંમરે પણ ફિટનેસ, સ્ટાઈલ અને સુંદરતાના મામલામાં ભલભલા બોલીવૂડ એક્ટ્રેસ અને પોતાની દીકરી ઈશા અંબાણી, વહુ શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટને ટક્કર આપે છે. નીતા અંબાણી અવારનવાર તેમની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ અને ફેશનને કારણે ચર્ચામાં આવતા હોય છે. આ સિવાય નીતા અંબાણી તેમના પ્રાઈવેટ જેટને કારણે પણ ખૂબ જ ચર્ચામાં રહે છે.
થોડાક સમય પહેલાં જ મુકેશ અંબાણી (Mukesh Ambani)એ પત્ની નીતા અંબાણીના જન્મદિવસે પ્રાઈવેટ જેટ ગિફ્ટમાં આપ્યું હતું. આ જેટમાં યાત્રાનો અનુભવ ખૂબ જ શાનદાર છે. બીજા શબ્દોમાં કહીએ તો નીતા અંબાણીનું આ પ્રાઈવેટ હવામાં ઊડતું સુંદર હવા મહેલ જેવું છે, જેના વિશે આજે અમે અહીં તમને જણાવવા જઈ રહ્યા છે.
મુકેશ અંબાણીએ નીતા અંબાણીના જન્મ દિવસે તેમને રૂપિયા 230 કરોડની કિંમતનું પ્રાઈવેટ કસ્ટમ ફિટેડ એયરબસ 319 કે જેને પ્રાઈવેટ જેટ પણ કહી શકાય એ ગિફ્ટમાં આપીને તેમને ચોંકાવી દીધા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે આ પ્રાઈવેટ જેટમાં એ તમામ સુવિધા ઉપલબ્ધ છે જે તમને કોઈ ફાઈવસ્ટાર હોટેલમાં મળે છે. આ જેટમાંથી 10થી 12 લોકોની બેસવાની વ્યવસ્થા છે.
આ પણ વાંચો : નીતા અંબાણી છે પાક્કા ગુજરાતણઃ ક્રોકરી લેવા તે શ્રીલંકા ગયા કારણ કે…
આ પ્રાઈવેટ જેટમાં એક માસ્ટર બેડરૂમ છે, જેની સાથે એક ટોઈલેટ અટેચ્ડ છે. લાંબી મુસાફરી દરમિયાન તમે આ પ્રાઈવેટ જેટમાં આરામથી મુસાફરી કરી શકો છે. એટલું જ નહીં પણ નીતા અંબાણીના આ પ્રાઈવેટ જેટમાં એન્ટરટેન્ટમેન્ટ અને ગેમિંગની પૂરી વ્યવસ્થા કરવામાં આવી છે, જેની અંદર મ્યુઝિક સિસ્ટમ, સેટેલાઈટ ટેલિવિઝન અને વાયરલેસ કમ્યુનિકેશનની વ્યવસ્થા કરવામાં આવી છે.
પ્રાઈવેટ જેટમાં ડાઈનિંગ હોલ પણ બનાવવામાં આવ્યું છે અને મૂડને લાઈટ કરવા માટે તેમાં એક સ્કાય બાર પણ બનાવ્યું છે. અહીંયા તમારી જાણ માટે કે મુકેશ અંબાણી બોઈંગ બિઝનેસ જેટથી પ્રવાસ કરે છે તો નીતા અંબાણી પોતાના પ્રાઈવેટ જેટમાં ટ્રાવેલ કરવાનું પસંદ કરે છે. અનંત અંબાણીના લગ્ન સમયે પણ નીતા અંબાણીનું આ પ્રાઈવેટ જેટ ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું અને એનું કારણ હતું કે અધ્યાત્મિક ગુરુ અને કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રીએ આ પ્રાઈવેટ જેટમાં મુસાફરી કરી હતી અને તેમણે આ મુસાફરીનો આનંદ પણ ઉઠાવ્યો હતો. અંબાણી પરિવારે ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈ આવવા અને પાછા મૂકી જવા માટે આ પ્રાઈવેટ જેટ મોકલાવ્યું હતું.
પ્રાઈવેટ જેટ સિવાય નીતા અંબાણી પોતાની જ્વેલરીને કારણે પણ ખૂબ જ ચર્ચામાં રહે છે. તેઓ અવારનવાર અલગ અલગ ઈવેન્ટ્સમાં મોઘલ વંશના પોતાના આશ્ચર્યજનક વારસા સંગ્રહનું પ્રદર્શન કરતાં રહે છે. ખેર, એની વાત ફરી ક્યારેક…