મનોરંજન

સ્ટેજ પર જાહેરમાં નીતા અંબાણીએ પતિ મુકેશ અંબાણી માટે કહી એવી વાત કે… વીડિયો થયો વાઈરલ…

અંબાણી પરિવારની ગણતરી દુનિયાના ધનવાન પરિવારમાં કરવામાં આવે છે અને દર થોડા સમયે કોઈને કોઈ કારણસર આ પરિવાર લાઈમલાઈટમાં આવતો રહે છે. અંબાણી પરિવારના લેડી બોસ ગણાતા નીતા અંબાણી પણ દરરોજ કોઈને કોઈ ઈવેન્ટમાં સ્પોટ થતાં રહે છે. હાલમાં ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કુલના એન્યુઅલ ફંક્શનમાં સ્પોટ થયા હતા અને આ સમયે તેમણે પતિ મુકેશ અંબાણીને લઈને એવી વાત કહી હતી કે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આવો જોઈએ નીતા અંબાણીની આ વાત સાંભળીને મુકેશ અંબાણીએ શું રિએક્શન આપ્યું….

ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કુલના એન્યુઅલ ફંક્શનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે અને આ ક્લિપમાં નીતા અંબાણી મુકેશ અંબાણીના ભરપેટ વખાણ કરતાં જોવા મળી રહ્યા છે. નીતા અંબાણીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોતા એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે નીતા અંબાણી અને મુકેશ અંબાણી એકબીજાની ખૂબ જ ક્લોઝ છે.

વીડિયોમાં નીતા અંબાણી કહે છે કે મારી સૌથી કિંમતી વસ્તુ અને મને હંમેશા સપોર્ટ કરનારાઓની યાદીમાં સૌથી પહેલાં આવે છે મારા પતિ મુકેશ અંબાણી. તેમણે હંમેશા મને સાથ આપ્યો. જ્યારે નીતા અંબાણી મુકેશ અંબાણીના ભરપેટ વખાણ કરી રહ્યા હતા ત્યારે મુકેશ અંબાણી પોતાની ખુરશી પર બેસીને શરમાતા અને હસતાં જોવા મળ્યા હતા. આ વીડિયો નેટિઝન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

નેટિઝન્સ લાઈક્સ અને કમેન્ટ કરીને આ વીડિયો પર વ્હાલ વરસાવી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે ખૂબ જ સુંદર. બંનેની જોડી હંમેશા દિલ જિતી લે છે. બીજા એક યુઝરે લખ્યું હતું કે બંને હંમેશા એકબીજાના સપોર્ટમાં આવે છે અને બંને જણ એકદમ ક્યુટ લાગે છે. તમે પણ આ ક્યુટ, અડોરેબલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…

અત્રે ઉલ્લેખનીય છે કે ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કુલમાં બોલીવૂડ સેલેબ્સના બાળકો ભણે છે જેમાં શાહરૂખ ખાન, કરણ જોહર, કરિના કપૂર, ઐશ્વર્યા રાય-બચ્ચન સહિતના અનેક સેલેબ્સનો સમાવેશ થાય છે. એન્યુઅલ ફંક્શનમાં સેલેબ્સનો જમાવડો જોવા મળ્યો હતો. આ એન્યુઅલ ફંક્શનના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.

આ પણ વાંચો…ઈશા અંબાણીના ‘સિમ્પલ કો-ઓર્ડસેટની કિંમત સાંભળીને ઉડી જશે તમારા હોંશ, નીતા અંબાણીએ પણ લૂંટી મહેફિલ…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button