Nita Ambaniની ફેશન સેન્સને શું થયું? વિશ્વાસ ના હોય તો તમે ખુદ જ જોઈ લો…
હેડિંગ વાંચીને તમને પણ થશે કે ભાઈ નીતા અંબાણી (Nita Ambani)ની ફેશન સેન્સ તો કમાલની છે અને તેઓ ફેશનનના મામલામાં તો દીકરી અને વહુઓને પણ પાછળ છોડી દે છે તો આખરે એમની ફેશન સેન્સ વિશે કંઈ પણ કમેન્ટ કરવી અઘરી છે. પરંતુ હાલમાં જ કંઈક એવું બન્યું હતું કે નેટિઝન્સને આવો સવાલ થયો હતો.
અંબાણી પરિવારના લેડી બોસ નીતા અંબાણી હાલમાં દુબઈના જેદ્દાહ ખાતે યોજાયેલા આઈપીએલ-2025ના મેગા ઓક્શનમાં પોતાની ગજની ફેશન સેન્સનો પરિચય આપી ચૂક્યા છે. પરંતુ છેલ્લાં કેટલાક સમયથી જો તમે નીતા અંબાણીની ફેશનસેન્સને નોટિસ કરી હોય તો તમને ખ્યાલ આવશે કે નીતા અંબાણી એક ચોક્કસ પ્રકારના આઉટફિમાં જોવા મળી રહ્યા છે, જે જોઈને નેટિઝન્સ સવાલ કરી રહ્યા છે કે આખરે નીતા અંબાણીની ફેશન સેન્સને થયું છે શું? ચાલો તમને આ વિશે જણાવીએ-
વાત જાણે એમ છે કે હંમેશા ફેશન અને સ્ટાઈલમાં કંઈકને કંઈક નવું ટ્રાય કરનારા નીતા અંબાણી છેલ્લાં કેટલાક સમયથી એક ચોક્કસ પ્રકારના આઉટફિટમાં જ જોવા મળી રહ્યા છે. નીતા અંબાણી લાંબા સમયથી અલગ અલગ પ્રકારના અને સ્ટાઈલના કો-ઓર્ડ સેટમાં જોવા મળી રહ્યા છે. નીતા અંબાણી અલગ અલગ ઈવેન્ટ પર અલગ અલગ સ્ટાઈલિશ કો-ઓર્ડ સેટ ટ્રાય કરતાં જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો : એન્ટિલિયા પહેલાં Mukesh Ambani-Nita Ambani ક્યાં રહેતા હતા? કેવું હતું પહેલાંનું ઘર?
એવું નથી કે આ કો-ઓર્ડ સેટ નીતા અંબાણીને સૂટ નથી કરતાં. આ આઉટફિટમાં તેઓ એકદમ સુંદર અને ક્લાસી લાગે છે. નીતા અંબાણી કદાચ આ કો-ઓર્ડ સેટમાં એકદમ કમ્ફર્ટેબલ ફીલ કરતાં હશે અને એટલે જ તેઓ એને પ્રેફરન્સ આપતા હશે પરંતુ નેટિઝન્સને નીતા અંબાણીનું આ રીતે સેફ ગેમ રમવું ખાસ કંઈ પસંદ નથી આવી રહ્યું એવું લાગી રહ્યું છે અને એટલે જ તેઓ પૂછી રહ્યા છે કે આખરે નીતા અંબાણીની ફેશન સેન્સને શું થયું છે?
60 વર્ષેય નીતા અંબાણી લૂક્સ અને ફેશનમાં બોલીવૂડ એક્ટ્રેસ, દીકરી અને વહુઓને ટક્કર આપે છે. તમે પણ ના જોયા હોય તો જોઈ લો નીતા અંબાણીના આ ક્યૂટ કો-ઓર્ડ સેટ લૂક…