કાંચીવરમ્ સાડી, 18મી સદીની હેરિટેજ જ્વેલરી…Donald Trumpને ય ના છોડ્યા નીતા અંબાણીએ તો…
અંબાણી પરિવાર (Ambani Family)ના લેડી ડોન નીતા અંબાણી પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ અને ફેશનસેન્સથી જ્યાં પણ જાય ત્યાં લાઈમલાઈટ લૂંટી લેતા હોય છે પછી એ ભારત હોય કે લંડન હોય કે અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની શપથવિધિ પહેલાંનું કેન્ડલલાઈટ ડિનર કેમ ના હોય… શનિવારે યોજાયેલી આ ખાસ ડિનર પાર્ટીમાં આવેલા અન્ય મહેમાનો કરતાં આપણા ગર્વીલા ગુજરાતણ નીતા અંબાણીની બ્લેક સાડી અને મલ્ટીલેયર્ડ નેકલેસની ચર્ચા સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ પર થઈ રહી છે ત્યારે ચાલો જોઈએ આખરે એવું તે શું ખાસ છે આ બ્લેક સાડીમાં અને નેકલેસમાં…
નીતા અંબાણીએ આ ઈવેન્ટ માટે ટ્રેડિશનલ કાંચીપુરમ સિલ્ક સાડી પહેરી હતી અને આ સાડીનો સંબંધ કાંચીપુરમના મંદિરો સાથે છે. આ સાડી 100થી વધારે ટ્રેડિશનલ વેલ્યુ કે જે કાંચીપુરમ અધ્યાત્મિક અને ઐતિહાસિક વારસાનું જતન કરે છે એનું સંશોધન કરીને ડિઝાઈન કરવામાં આવી છે. આ સાડી કસ્ટમ મેઈડ નેશનલ એવોર્ડ વિજેતા માસ્ટર કારીગર બી. કૃષ્ણામૂર્તિ દ્વારા ડિઝાઈન કરવામાં આવી છે અને એમાં ઈરુથલાઈપક્ષી (ભગવાન વિષ્ણુનું પ્રતિક ગણાતું બે માથાવાળું ગરુડ), મચિલ (અમરત્વ અને દિવ્યતાનું પ્રતિનિધિત્વ કરનાર) અને બીજા અન્ય પૌરાણિક સોરગવાસલ પ્રાણીઓ જેવા જટિલ કાળજીપૂર્વક પસંદ કરાયેલા મોટિફ્સ જોવા મળે છે.
બી. કૃષ્ણામૂર્તિએ આ સાડીને કન્ટેમ્પરરી ટચ આપ્યો છે. આવી આ સુંદર સાડી સાથે નીતા અંબાણીએ ઈન્ડસ્ટ્રીના જાણીતા ફેશન ડિઝાઈનર મનિષ મલ્હોત્રા દ્વારા ડિઝાઈન કરવામાં આવેલો મખમલનો બ્લાઉઝ પહેર્યો હતો. બિલ્ટઅર નેકલાઈન અને સ્લીવ પર હેલી મોતીવર્ક કરવામાં આવ્યું છે.
સાડી બાદ હવે વાત કરીએ જ્વેલરીની તો નીતા અંબાણીએ આ માસ્ટરપીસ સાથે હેરિટેજ જેવ્લરી પહેરીને લૂક કમ્પલિટ કર્યો હતો. નીતા અંબાણીએ પહેરેલાં મલ્ટીલેયર્ડ નેકલેસ સાથે 200 વર્ષ જૂનું દુર્લભ પેન્ડન્ટ એટેચ્ડ કરવામાં આવ્યું હતું. પોપટ આકારના આ પેન્ડન્ટમાં હીરા, માણેક અને મોતી જડવામાં આવ્યા હતા. કેટલાક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર આ જ્વેલરીનો સંબંધ 18મી સદી સાથે છે, જોકે, આ બાબતે કોઈ ચોક્કસ માહિતી સામે નથી આવી રહી.
ભાઈ આ તો નીતા અંબાણી છે… એમની તે કંઈ વાત થાય? ચાલો તમે પણ ના જોયો હોય તો અત્યારે જ જોઈ નીતા અંબાણીનો આ વાઈરલ લૂક…