60 વર્ષે Nita Ambaniનો નવરાત્રિ લૂક જોયો કે? રાધિકા મર્ચન્ટ કે શ્લોકા મહેતા જોશે તો…

અંબાણી લેડિઝ ગ્રુપનો આખો સ્વેગ જ અલગ છે અને તેમના લૂક, ફેશન કે લાઈફસ્ટાઈલની તો વાત જ ના થાય. 60 વર્ષે અંબાણી પરિવારના લેડી બોસ નીતા અંબાણી (Nita Ambani) તૈયાર થાય છે ત્યારે તેમની સામે તેમની બંને વહુઓ શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટ તેમ જ દીકરી ઈશા અંબાણી પણ ઝાંખી તો પડી જ જાય, એ વાતમાં કોઈ શંકા નથી. હાલમાં સોશિયલ મીડિયા પર નીતા અંબાણીનો નવરાત્રિ લૂક વાઈરલ થઈ રહ્યો છે. જો તમે પણ ગરબા રમવા જવાના હોવ તો નીતા અંબાણીના લૂક પરથી થોડી આઈડિયા લઈ શકો છો…
નીતા અંબાણીના મેકઅપ આર્ટિસ્ટ મિકી કોન્ટ્રાક્ટરે નીતા અંબાણીના આ લેટેસ્ટ ફોટો શેર કર્યા છે જેમાં હર હંમેશની જેમ નીતા અંબાણી નવરાત્રિ લૂકમાં સ્ટનિંગ અને અટ્રેક્ટિવ લાગી રહ્યો છે. મજાની વાત તો એ છે કે નીતા અંબાણીએ જે ઘાઘરો પહેર્યો છે તેમાં નવરાત્રિના તમામ શુભ રંગનો સમાવેશ કરવામાં આવ્યો છે. ફેન્સી ફેબ્રિકવાળો લહેંગો ખૂબ જ સુંદર લાગી રહ્યો છે અને તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે તેની પર લગાવવામાં આવેલી ભારે ભરખમ લેસ…
મલ્ટી કલર લહેંગા સાથે નીતા અંબાણીએ ગુલાબી રંગનો બ્લાઉઝ પેયર કર્યો છે અને તેની સ્લીવ પર ગોલ્ડ અને બ્રોન્ઝનું વર્ક કરવામાં આવ્યું છે. નેકલાઈન પર એમ્બ્રોઈડરી તેની સુંદરતા વધારી રહી છે. આ ઘાઘરા ચોલી સાથે નીતા અંબાણીએ લહેરિયા પ્રિન્ટવાળો દુપટ્ટો પહેર્યો છે જે તેમના લૂકને બેલેન્સ કરવાનું કામ કરે છે. રાજસ્થાની લહેરિયા પ્રિન્ટ કમ્પલિટ દાંડિયા નાઈટ વાઈબ્સ આપી રહી છે.
આ પણ વાંચો: કેવો છે અંબાણી પરિવારની બંને બહુરાની Shloka Mehta-Radhika Merchantનો સંબંધ?
વાત કરીએ જ્વેલરીની તો આ આઉટફિટ સાથે નીતા અંબાણીએ મલ્ટિલેયરનું ડાયમંડ નેકલેટ કેરી કર્યો છે, જેના પર ગ્રીન એમરોલ્ડ જોવા મળે છે. આ સાથે તેમણે સ્ટેટમેન્ટ ઈયરરિંગ્સ, માંગટીકા અને રંગબેરંગી બંગડીઓ પહેરી છે.
ટૂંકમાં કહીએ તો નીતા અંબાણીનો આ દાંડિયા નાઈટ લૂક એકદમ પરફેક્ટ છે અને તમને પણ એક જ આંખમાં જચી જાય એવો છે. તમે પણ જો દાંડિયા રમવા જવાના હોવ તો તેમના આ લૂક પરથી ઈન્સપિરેશન લઈ શકો છો.