નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ દીવાળી પાર્ટીમાં કર્યું કંઈક ખાસ, વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ! | મુંબઈ સમાચાર
મનોરંજન

નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ દીવાળી પાર્ટીમાં કર્યું કંઈક ખાસ, વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ!

દેશ જ નહીં પણ દુનિયાના ધનવાન પરિવારમાંથી એક એવો અંબાણી પરિવાર દરેક તહેવારની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે અને આ પરિવારે હાલમાં જ દિવાળીની ધામધૂમથી ઉજવણી કરી હતી. સોશિયલ મીડિયા પર અંબાણીની દિવાળી પાર્ટીના વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે અને આ વીડિયોમાં નીતા અંબાણી (Nita Ambani) અને મુકેશ અંબાણીએ કંઈક એવું કર્યું કે જે લોકોના દિલ જિતી રહ્યું છે. આવો જોઈએ શું છે આ ખાસ વીડિયોમાં…

અંબાણી પરિવારની દિવાળી પાર્ટીમાં અંબાણી ફેમિલીની સાથે સાથે આખો રિલાયન્સ પરિવાર સામેલ થયો હતો. આ પાર્ટીમાં નીતા અંબાણી, મુકેશ અંબાણી પોતાના સંતાનો સાથે પહોંચ્યા હતા. આ સમયે તેમની સાથે પરિવારના નાના વહુરાણી રાધિકા મર્ચન્ટ અને નીતા અંબાણીના બહેન મમતા દલાલ પણ જોવા મળ્યા હતા.

મુકેશ અંબાણીની આ પાર્ટીના વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે, પણ એમાંથી એક વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે જેમાં નીતા અંબાણી અને મુકેશ અંબાણી એન્ટ્રી કરી રહ્યા છે. બંને જણે આ સમયે એથનિક આઉટફિટ્સ પહેર્યા છે. આ સમયે નીતા અંબાણી અને મુકેશ અંબાણીને એક નાનકડો બાળક જોરથી બૂમ પાડીને હેપ્પી દિવાળી વિશ કરે છે. બાળકની ક્યૂટનેસ જોઈને મુકેશ અંબાણી અને નીતા અંબાણી હસે છે અને હેપ્પી દિવાળી વિશ કરે છે.

વીડિયોમાં નીતા અંબાણીનો સ્ટાઈલ અને ફેશન દિલ જિતી રહી છે. નીતા અંબાણીએ આ સમયે પર્પલ કલરની બનારસી સાડી પહેરી છે અને તેઓ આ વીડિયોમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. આ સાડી પર ગોલ્ડન ધાગા અને ફૂલ તેમ જ પાંદડાનું વર્ક કરવામાં આવ્યું છે. આ સાડી સાથે તેમણે પર્પલ બ્લાઉઝ પેયર કર્યું હતું. હંમેશાની જ્વેલરી અને આઉટફિટ્સથી નીતા અંબાણી ઈવેન્ટમાં લાઈમલાઈટ ચોરી લીધી હતી.

નીતા અંબાણીએ આ ઈવેન્ટમાં એક ખૂબ જ સુંદર મેસેજ પણ લોકોને આપ્યો હતો, જેમાં તેઓ એવું કહેતા સાંભળવા મળી રહ્યા છે કે અમારા માટે દીકરીઓ જ અમારી લક્ષ્મી છે. આ સમયે તેમની સાથે વેદા ઇને આદ્યા શક્તિ બંને સાથે જોવા મળી રહી છે સ્ટેજ પર. આ સમયનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.

નેટિઝન્સને મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો અંદાજ ખૂબ જ પસંદ આવી રહ્યો છે. તેઓ આ વીડિયો પર લાઈક અને કમેન્ટ કરી રહ્યા છે. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો.

આ પણ વાંચો…ઈવેન્ટમાં કાંચીવરમ સાડી પહેરી નીતા અંબાણીએ દીકરી ઈશા અંબાણીને પણ પાછળ છોડી, લૂક જોઈને તો…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button