Mukesh Ambani વિના આ કોની સાથે ઉદયપુરમાં મસ્તી કરતાં જોવા મળ્યા Nita Ambani?

જીવનના છ દાયકાની સફર ખેડ્યા બાદ પણ આજની તારીખમાં પણ દીકરી ઈશા અંબાણી અને વહુઓ શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટને સુંદરતા અને ફેશનના મામલામાં ટક્કર આપી રહેલાં નીતા અંબાણી (Nita Ambani) ફરી એક વખત તેમની કમાલની સેન્સને કારણે ચર્ચામાં આવ્યા છે. હંમેશા પતિ કે પરિવાર સાથે આનંદની ક્ષણો માણતા નીતા અંબાણી આ વખતે એમના વિના જ રાજસ્થાનના ઉદયપુરમાં મજા માણતા જોવા મળ્યા છે. આવો જોઈએ કોની સાથે વેકેશન પર છે નીતા અંબાણી-
હાલમાં જ નીતા અંબાણી રાજસ્થાનના સિટી ઓફ લેક તરીકે ઓળખાતા ઉદયપુરમાં લખનઊની ચિકનકારી ડ્રેસમાં પોતાની સુંદરતા અને સાદગી ફ્લોન્ટ કરતાં જોવા મળ્યા હતા. આ સમયે તેમની સાથે તેમની ફ્રેન્ડ્સ પણ જોવા મળી હતી. નીતા અંબાણીના ફ્રેન્ડ સાથેના ફોટો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યા છે, જેમાં તેઓ વાઈટ લહેંગા, કુર્તામાં ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે. તેમના આ લૂકની સામે બી-ટાઉનની મોટી મોટી એક્ટ્રેસના લૂક્સ પણ ફેલ છે.
નીતા અંબાણીએ ચમકીલા સિક્વન્સ, મોતી અને સ્ટોન વર્કવાળી શોર્ટ કુર્તી પહેરી હતી જેના પર હાથથી ચિકનકારી વર્ક કરવામાં આવ્યું હતું. આ સાથે તેમણે મેચિંગ સ્કર્ટ પહેર્યો હતો. પોતાના આ ગોર્જિયસ લૂકને કમ્પલિટ કરવા માટે વ્હાઈટ દુપટ્ટો પણ સ્ટાઈલ કર્યો હતો. જ્વેલરીની વાત કરીએ તો નીતા અંબાણી આ સાથે શોલ્ડર લેન્થના લાંબા ડાયમંડના ઝુમખા, લેયર્ડ નેકલેસ પહેર્યો હતો. ખુલ્લા વાળ અને સટલ મેકઅપમાં નીતા અંબાણીએ મિત્રોને કાંટે કી ટક્કર આપી હતી.
એવું કહેવાઈ રહ્યું છે નીતા અંબાણી ઉદયપુરમાં કોઈ લગ્ન અટેન્ડ કરવા પહોંચ્યા હતા અને આ સમયે દીકરી ઈશા અંબાણી પણ તેમની સાથે જોવા મળી હતી. જોકે, આ બાબતે કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ શકી નહોતી.