
60 વર્ષની ઉંમરમાં અંબાણી પરિવારના લેડી બોસ નીતા અંબાણી (Nita Ambani) પોતાના લૂક અને ફેશન સેન્સથી ઠસ્સો પાડી દેતાં હોય છે. ફરી એક મુંબઈ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નીતા અંબાણીએ પોતાના લગ્નમાં પહેરેલાં ઘરેણાં અને હેન્ડક્રાફ્ટેડ સાડી કે જેને બનાવવામાં કારીગરોને 10 મહિનાનો સમય લાગ્યો હતો એ સાડી પહેરીને ઠસ્સો પાડી દીધો હતો.
નીતા અંબાણીનો સાડીપ્રેમ તો એકદમ જગજાહેર છે અને તે સાડી પહેરીને બોલીવૂડ એક્ટ્રેસ સાથે સાથે પરિવારની વહુ-દીકરીઓને પણ ટક્કર આપતી હોય છે. દર વખતે નીતા અંબાણીનો લૂક એટલો ખાસ હોય છે કે જોનારાઓ પોતાની નજર એક પણ સેકન્ડ માટે તેમના પરથી ખસતી નથી. હાલમાં સોશિયલ મીડિયા પર નીતા અંબાણીનો એક લૂક વાઈરલ થઈ રહ્યો છે જેમાં નીતા અંબાણીનો શાહી અંદાજ જોવા મળી રહ્યો છે. આવો જોઈએ શું છે ખાસ નીતા અંબાણીના લૂકમાં
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો વીડિયો સ્વદેશ બ્રાન્ડના સ્ટોર ઉદ્ઘાટનનો હોવાનું કહેવાય છે. આ બ્રાન્ડ નીતા અંબાણીની છે. આ ફંક્શનમાં નીતા અંબાણીએ ફરી એક વખત સુંદર સાડી પહેરીને પોતાનો શાહી અંદાજ દેખાડ્યો હતો. નીતા અંબાણીની સાડીની સાથે સાથે તેમણે પહેરેલી જ્વેલરી પણ ખૂબ જ ખાસ હતી.

આ સમયે નીતા અંબાણીએ બ્લશ પિંક કલરની ઘરચોળા સાડી પહેરી હતી, જેને મદુરાઈ ફાઈન કોટનથી ખૂબ જ બારીકાઈથી વણવામાં આવી હતી. આ સાડીની કિનારી પર ગોલ્ડન દોરાથી વર્ક કરવામાં આવ્યું છે, જેને કારણે સાડીને ખૂબ જ સિમ્પલ બટ રોયલ લૂક મળ્યો હતો. આ સાડીને બનાવવા માટે 10 મહિનાનો સમય લાગ્યો હતો અને મનિષ મલ્હોત્રાએ તેને ડિઝાઈન કરી હતી. આ સાડી સાથે નીતા અંબાણી ફિરોઝી રંગનો કાંચલી બ્લાઉઝ સ્ટાઈલ કર્યો હતો. આ બ્લાઉઝ પર સોનાની ઝરીથી વર્ક કરવામાં આવ્યું હતું.
નીતા અંબાણીએ પોતાના લૂકને કમ્પલિટ કરવા માટે જે જ્વેલરી પસંદ કરી હતી એ બહુ સ્પેશિયલ હતી. આ જ્વેલરી સાથે તેમના પરિવાર અને તેમના લગ્નની યાદો જોડાયેલી છે. આ સાથે તેમણે સુંદર બાજુબંધ પહેર્યો હતો જે તેમને તેમની નાનીએ આપ્યો હતો. આ જ બાજુબંધ નીતા અંબાણીએ પોતાના લગ્નમાં પણ પહેર્યો હતો. તેમણે પહેરેલાં હારમાં ભગવાન શ્રીનાથના જીવન સાથે જોડાયેલા પ્રસંગો જોવા મળે છે.
મેકઅપની વાત કરીએ નીતા અંબાણીએ આ સાથે ખૂબ જ સોફ્ટ અને સુંદર મેકઅપ કર્યો હતો. હેરસ્ટાઈલમાં તેમણે બન બનાવીને પોતાના લૂકને કમ્પલિટ કર્યો હતો. નીતા અંબાણીનો આ લૂક ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. તેમની સાથે ઈશા અંબાણી, રાધિકા મર્ચન્ટ અને શ્લોકા મહેતાના આઉટફિટે પણ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું.
આ પણ વાંચો…નીતા અંબાણી પાસે રહેલાં આ નેકલેસની કિંમત એટલી કે સાત પેઢીઓ આરામથી…