Nita Ambani, Kareena Kapoor ની જ્વેલરી વેચાઈ રહી છે 100-100 રૂપિયામાં…
દુનિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિ એવા મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી (Nita Ambani)એ પોતાની એક ખાસ ઓળખ ઊભી કરી છે. નીતા અંબાણી પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે અવારનવાર ચર્ચામાં આવે છે અને એમાં પણ નીતા અંબાણીનું ડિઝાઈનર જ્વેલરી કલેક્શન જોઈને તો કોઈ પણ માનુનીનું ડ્રીમ કલેક્શન હોય છે. પરંતુ જો કોઈ તમને કહે કે નીતા અંબાણી અને કરિના કપૂરનું આ જ્વેલરી કલેક્શન તમે 100-150 રૂપિયામાં ખરીદી શકો છો તો માનવામાં આવે ખરું? ચાલો આજે તમને જણાવીએ આ પાછળની હકીકત…
આ પણ વાંચો : મનિષ મલ્હોત્રાની ઈવેન્ટમાં Nita Ambaniની હિસ્સાની લાઈમલાઈટ કોણે ચોરી લીધી?
નીતા અંબાણી જે પણ જ્વેલરી કે સાડી પહેરે છે એ સ્ટાઈલ સ્ટેટમેન્ટ બની જાય છે. હાલમાં જ અનંત-રાધિકાના લગ્નમાં નીતા અંબાણીએ અદભૂત અને એકદમ સ્ટાઈલિશ નીલમણિનો હાર પહેર્યો હતો. હવે આ જ નીલમણીનું સસ્તું વર્ઝન બજારમાં વેચાઈ રહ્યું છે અને તમે પણ આ સસ્તી કોપી સરળતાથી ખરીદી શકો છો.
સોશિયલ મીડિયા પર હાલમાં નીતા અંબાણીએ પહેરેલી જ્વેલરી અને નેકપીસ બજારમાં 100-200 રૂપિયામાં વેચાઈ રહ્યા હોવાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ નેક પીસ વેચી રહેલાં વેપારીએ જણાવ્યું હતું કે નીતા અંબાણીની જેમ કરોડોના મૂલ્યોનો હાર પહેરવાનું દરેક માનુની માટે શક્ય નથી, પરંતુ અમે લોકોએ 178 રૂપિયામાં આર્ટિફિશિયલ સ્ટોનનો ઉપયોગ કરીને એકદમ ડુપ્લીકેટ રેપ્લિકા બનાવી છે.
આ પણ વાંચો : ચાંદીની સાડી પહેરીને 44 વર્ષની આ હસીનાએ કહેર વરસાવ્યો, તમે પણ એક ઝલક જોઈ લેશો તો…
અત્રક્ષે ઉલ્લેખનીય છે કે કે આ પહેલાં બોલીવૂડ એક્ટ્રેસ કરિના કપૂરના નેકલેસના ડિઝાઈનની પણ રેપ્લિકા તૈયાર કરવામાં આવી હતી અને લોકોએ એને ખૂબ જ પસંદ કરી હતી. આ પહેલાં રાજસ્થાનના એક વેપારીએ પણ નીતા અંબાણીની જ્વેલરીની રેપ્લિકા બનાવી હતી અને એનો વીડિયો પણ ખૂબ જ વાઈરલ થયો હતો.