Shloka અને Radhika તો જવા દો પણ દીકરી Isha Ambani ને પણ નથી બક્ષતા Nita Ambani…
હેડિંગ વાંચીને તમને પણ ચોક્કસ સવાલ થઈ ગયો હશે કે ભાઈ નીતા અંબાણી (Nita Ambani)એ એવું તે શું કર્યું પોતાની જ દીકરી ઈશા અંબાણી (Isha Ambani) સાથે? ચાલો તમને જણાવીએ કે આખરે શું છે આ આખી સ્ટોરી. હવે એ વાત તો આપણે બધા જ જાણીએ છીએ કે નીતા અંબાણી હંમેશા પોતાના સ્ટાઈલ અને સ્ટેટમેન્ટથી બંને વહુઓ શ્લોકા મહેતા (Shloka Mehta) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant)ને ટક્કર આપતા હોય છે અને એમાંથી ઈશા અંબાણી પણ બાકાત નથી.
આ પણ વાંચો : Allu Arjunને Pushparaj બનાવવામાં આટલા લોકોની છે કલાકોની મહેનત, જોઈ લો વીડિયો…
હાલમાં જ કંઈક એવું થયું કે જેને કારણે ઈશા અંબાણી મમ્મી નીતા અંબાણી સામે ઝાંખી પડી ગઈ હતી…
વાત જાણે એમ છે તે ઈશા અંબાણીએ પોતાના અમેરિકા ખાતેના ઘરે જાણીતી મેગેઝિનનાં એડિટર ઈન ચીફ રાધિકા જોન્સ માટે ડિનર હોસ્ટ કર્યું હતું અને તેમની ફેમિલીને પણ ઈનવાઈટ કરી હતી. આ દરમિયાન નીતા અંબાણી પણ દીકરી ઈશાને સાથ આપવા પહોંચ્યા હતા. બસ અહીં જ કહાની મેં ટ્વીસ્ટ આવ્યો. એમાં થયું એવું કે લાખો રૂપિયાના ડ્રેસમાં ઈશા અંબાણીને નીતા અંબાણીએ સિમ્પલ સાડીમાં મ્હાત આપી હતી.
એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર ઈશા અંબાણીએ આ ડિનર નાઈટ માટે મિયુ મિયુ (Miu Miu) બ્રાન્ડો સ્ટાઈલિશ ફ્લોરલ આઉટફિટ પહેર્યો હતો. રાઉન્ડ નેકલાઈનવાળા ફૂલ સ્લીવ્ઝ ટોપમાં નાની નીની પ્લીટ્સ નાખીને ડિઝાઈન કરવામાં આવ્યો છે. આ સાથે ઈશાએ મેચિંગ ફ્લેયર્ડ સ્કર્ટ સ્ટાઈલ કર્યો હતો જેના પર ટોપની જેમ જ પેટર્ન બનાવવામાં આવી હતી. આ ડ્રેસ સાથે સ્ટેટમેન્ટ ઈયરરિંગ્સ અને પેન્ડન્ટ પહેર્યું હતું. બ્લેક હિલ્સ સાથે ઈશાનો લૂક શાનદાર લાગી રહ્યો હતો. ઈશાના આ ડ્રેસની કિંમત 11,92,022 રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે.
પરંતુ વાત કરીએ નીતા અંબાણીની તો તેમણે બ્લ્યુ કલરની સિલ્ક સાડી પહેરી હતી. આ સાડી પ ગોલ્ડન બોર્ડર છે અને સાડી પર પણ ડિઝાઈન જોવા મળે છે. આ સાથે તેમણે મેચિંગ હાફ સ્લીવ્ઝ બ્લાઉઝ સાથે પેયર કરી હતી. આ સાડીમાં 60 વર્ષે પણ નીતા અંબાણીએ દીકરી ઈશા અંબાણીને ટક્કર આપી હતી. નીતા અંબાણીએ આ સાડી સાથે ડાયમંડ રિંગ, બેંગલ્સ, ઈયરરિંગ્સ અને ક્લાસી નેકપીસ સ્ટાઈલ કર્યો હતો.
આ સમયે રાધિકા મર્ચન્ટ પણ હાજર હતી. રાધિતા બ્લેક કલરના સ્ટાઈલિશ લાગી રહી હતી અને તેણે આ સાથે હૂપ્સ ઈયરરિંગ્સ સાથે સ્ટાઈલ કર્યા હતા. રાધિકાનો આ સિમ્પલ પણ ક્લાસી લૂક શાનદાર લાગી રહ્યો છે.
આ પણ વાંચો : વર્ષના પહેલા દિવસે સારા અલી ખાન કોની સાથે ગઈ હતી ડિનર પર?
સોશિયલ મીડિયા પર આ ઈવેન્ટનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે અને નેટિઝન્સ એવું કહી રહ્યા છે કે ઈશા અંબાણીનો લાખોનો ડ્રેસ પણ મમ્મી નીતા અંબાણીની સ્ટાઈલ સામે તેમને લાઈમલાઈટ અપાવી શક્યો નહીં. મા હંમેશા મા જ હોય છે.