ઈવેન્ટમાં કાંચીવરમ સાડી પહેરી નીતા અંબાણીએ દીકરી ઈશા અંબાણીને પણ પાછળ છોડી, લૂક જોઈને તો… | મુંબઈ સમાચાર
મનોરંજન

ઈવેન્ટમાં કાંચીવરમ સાડી પહેરી નીતા અંબાણીએ દીકરી ઈશા અંબાણીને પણ પાછળ છોડી, લૂક જોઈને તો…

અંબાણી પરિવારના લેડી બોસ નીતા અંબાણી 60 વર્ષે પોતાની સુંદરતા અને ફેશન ગોલ્સથી બોલીવૂડ એક્ટ્રેસને ટક્કર આપે છે. ગ્રેસ અને એલિગન્સની દરેક ઈવેન્ટમાં નીતા અંબાણી લાઈમલાઈટ લૂંટી લે છે અને આવું જ કંઈ હાલમાં બ્રિટિશ મ્યુઝિયમની પિંક બોલ ઈવનિંગમાં જોવા મળ્યું. દીકરી ઈશા અંબાણી સાથે પહોંચેલા નીતા અંબાણીએ સાત સમંદર પાર પોતાના લૂક અને સ્ટાઈલથી લોકોના દિલ જિતી લીધા હતા. વિદેશી ધરતી પર નીતા અંબાણીનો આ દેસી લૂક લાજવાબ છે. ચાલો જોઈએ શું છે ખાસ નીતા અંબાણીના લૂકમાં…

નીતા અંબાણીએ દીકરી ઈશા અંબાણી સાથે પિંક ગાલા ઈવેન્ટમાં હાજરી આપી હતી અને આ સમયે તેમણે ખૂબ જ સારી રીતે સાડીને ડ્રેપ કરીને લોકોને ઈમ્પ્રેસ કર્યા હતા. નીતા અંબાણીએ પોતાના એક્સપેન્સિવ કલેક્શનમાંથી સનસેટ ડિઝાઈનવાળી કાંચીવરમ સાડી પહેરી હતી. આ સાડી આર. વર્ધનની ડિઝાઈન કરેલી સ્વદેશ બ્રાન્ડની સાડી પહેરી હતી, જેની સાથે મનિષ મલ્હોત્રાનો ડિઝાઈન કરેલો રિયલ સિલ્વર કટ વર્કવાળો પલ્લુ અટેચ હતો. જેણે સાડીને રોયલ અને યુનિક ટચ આપ્યો હતો.

સાડી સાથે મેચિંગ ઓફ શોલ્ડર કોરસેટ સ્ટાઈલ બ્લાઉઝમાં નીતા અંબાણી એકદમ ગોર્જિયસ લાગી રહ્યા હતા. નીતા અંબાણીએ આ સુંદર સાડી સાથે પહેરેલી જ્વેલરીનું શું કહેવું ભાઈસાબ. પર્સનલ કલેક્શનનો નેકપીસ ખૂબ જ ખાસ હતો. આ સ્ટનિંગ નેકપીસમાં સેન્ટરમાં મોટો એમરાલ્ડ સ્ટોન લગાવવામાં આવ્યો હતો અને તેને ડાયમંડ ક્રિસ્ટર સાથે બનાવવામાં આવ્યો હતો. હાથમાં પહેરેલી રિંગમાં પિયર શેપનો સ્ટોન જડવામાં આવ્યો હતો. ડાયમંડ ઈયરરિંગ્સ અને ડાયમંડ બ્રેસલેટ સાથે નીતા અંબાણીએ પોતાના રોયલ લૂકને કમ્પલિટ કર્યો હતો.

વાત કરીએ ઈશા અંબાણીના લૂકની તો ઈશા અંબાણીએ આ સમયે ડિઝાઈનલ અબુ જાની સંદીપ ખોસલાએ ડિઝાઈન કરેલો આઉટફિટ પહેર્યો હતો. ખાસ વાત તો એ છે કે 35 કારીગરોએ 3,670 કલાકમાં આ આઉટફિટ તૈયાર કર્યો હતો. બ્લશ પિંક સાટિનના જેકેટ અને કોલમ સ્કર્ટને હેન્ડ એમ્બ્રોઈડરી વર્ક કરવામાં આવ્યું છે, જેણે આઉટફિટને યુનિક પીસ બનાવવાનું કામ કર્યું હતું.

ઈશાએ આ સુંદર આઉટફિટ સાથે નીતા અંબાણીનો હાર્ટ શેપવાળો ડબલ લેયર સ્ટેટમેન્ટ નેકલેસ, બે ડ્રોપ ઈયરરિંગ્સ અને મેચિંગ રિંગ પહેરી હતી. કહેવાની જરૂર નથી કે ઈશા અંબાણીનો આ લૂક એકદમ રોયલ લાગી રહ્યો હતો, પરંતુ નીતા અંબાણીએ પોતાના લૂકથી દીકરી ઈશા અંબાણીને પણ પાછળ છોડી દીધી હતી, એ વાતમાં કોઈ શંકા નથી.

તમે પણ મા-દીકરીના સોશિયલ મીડિયા પર આ વાઈરલ ફોટો ના જોયા હોય તો અત્યારે જ જોઈ લો, પછી કહેતા નહીં કે કીધું નહોતું…

આ પણ વાંચો…અંબાણી પરિવારની Diwali Partyમાં Nita Ambani નહીં પણ લાઈમલાઈટ લૂંટી આ ખાસ સદસ્યએ, લૂક જોઈને તો…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button