Video Viral: ગરબા ક્વીન Falguni Pathak સાથે કંઈક આ અંદાજમાં ગરબા કર્યા Nita Ambaniએ, કચ્છ સાથે છે ખાસ કનેક્શન… | મુંબઈ સમાચાર
મનોરંજન

Video Viral: ગરબા ક્વીન Falguni Pathak સાથે કંઈક આ અંદાજમાં ગરબા કર્યા Nita Ambaniએ, કચ્છ સાથે છે ખાસ કનેક્શન…

દુનિયાના ધનવાન પરિવારમાં જેમની ગણતરી કરવામાં આવે છે એવા અંબાણી પરિવાર દરેક તહેવારની રંગેચંગે ઉજવણી કરવા માટે જાણીતો છે. હવે ફરી એક વખત નીતા અંબાણી (Nita Ambani)એ સાબિત કરી આપ્યું છે કે ભાઈસાબ તેમના ફેસ્ટિવલ સેલિબ્રેટ કરવામાં કોઈ તેમની બરોબરી કરી શકે એમ નથી. સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં નીતા અંબાણી ગરબા ક્વીન ફાલ્ગુની પાઠક (Falguni Pathak) સાથે ગરબા કરી રહ્યા છે. આવો જોઈએ શું છે ખાસ આ વીડિયોમાં…

ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકે આ વખતે નવરાત્રિ દરમિયાન જિયો કન્વેન્શન સેન્ટર ખાતે પોતાના અવાજનો જાદુ ચલાવ્યો હતો. આ જ દરમિયાન નીતા અંબાણી (Nita Ambani) પણ નવરાત્રિમાં ફાલ્ગુની પાઠકના જાદુઈ અવાજના તાલ પર પોતાની જાતને ગરબા કરતાં રોકી શક્યા નહોતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. આ સમયે નીતા અંબાણીએ દાંડિયા ક્વીન સાથે માતા રાણીની પૂજા પણ કરી હતી.

નીતા અંબાણીનો ગરબા કરતો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે અને લોકો તેમના ટ્રેડિશનલ લૂકની ચર્ચા કરી રહ્યા છે. ફાલ્ગુની સાથે ગરબા કરવા માટે નીતા અંબાણીએ પિંક કલરનો સલવાર સૂટ પહેર્યો હતો, જે ખૂબ જ કમ્ફર્ટેબલ હતો. આ ડ્રેસ સંગીતા કિલાચંદે ડિઝાઈન કર્યો છે. આ સટ પર કચ્છની સુંદર વર્ક કરવામાં આવ્યું છે. આ સુંદર ડ્રેસને હેવી લૂક આપવા માટે નીતા અંબાણીએ હેવી વર્કવાળો દુપટ્ટો પણ કેરી કર્યો હતો.

નીતા અંબાણીએ પોતાના લૂકને કમ્પલિટ કરવા માટે કાનમાં મોટા મોટા ઝૂમખાં, બંગડી અને અંગુઠી પહેરી હતી. હેર સ્ટાઈલની વાત કરીએ તો તેમણે ઢીલો ચોટલો વાળ્યો હતો અને ફેસ્ટિવ લૂક પર ચાર ચાંદ લગાવવાનું કામ પિંક કલરની ટિકલી પણ લગાવી હતી.

હર હંમેશની જેમ નીતા અંબાણીએ ગજબની ફેશન સેન્સ સાથે સુંદરતાનો તડકો લગાવીને પોતાના લૂકથી ઈન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી હતી. નીતા અંબાણીનો આ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે અને નેટિઝન્સ તેમના લૂકને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. વીડિયો પર લાઈક અને કમેન્ટ કરીને નેટિઝન્સ નીતા અંબાણી પર પ્રેમ વરસાવી રહ્યા છે. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…

આપણ વાંચો:  શાહરૂખ ખાન સૌથી ધનિક ઈન્ડિયન એક્ટર, જાણો બીજા નંબરે કઈ હીરોઈન છે

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button