Nita Ambani નાસ્તામાં ખાય છે આ એક વસ્તુ, તમે પણ જાણી લેશો તો ફાયદામાં રહેશો..

દુનિયાના ધનવાન પરિવારમાં અંબાણી પરિવારની ગણતરી કરવામાં આવે છે અને અંબાણી પરિવારનો દરેકે દરેક સભ્ય પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. લોકોને પણ એ વિશે જાણવાની તાલાવેલી રહે છે. વાત કરીએ નીતા અંબાણી (Nita Ambani)ની તો 60 વર્ષની ઉંમરે પણ નીતા અંબાણીની ફિટનેસ અને સુંદરતા ગજબની છે અને આ પાછળનું કારણ છે તેમની હેલ્ધી લાઈફસ્ટાઈલ અને ગજબનો ડાયેટ પ્લાન. ચાલો આજે તમને જણાવીએ ફિટ એન્ડ ફાઈન નીતા અંબાણીના ફૂડ પ્લાન વિશે…
તમને જાણીને નવાઈ લાગશે કે કરોડોનાં માલિક નીતા અંબાણી હેલ્ધી ફૂડની સાથે સાથે જ ચટપટું ખાવાનું પણ ખૂબ જ પસંદ કરે છે અને નાસ્તો એમના ફેવરેટ મિલ્સમાંથી એક છે. નીતા અંબાણી રોજ સવારે વહેલાં ઉઠીને એકદમ હેલ્ધી અને ટેસ્ટી બ્રેકફાસ્ટ કરવાનું પસંદ કરે છે અને તેમના નાસ્તામાં બીટના જ્યુસનો સમાવેશ પણ થાય છે. કેટલાક રિપોર્ટ્સમાં તો એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે બીટનું જ્યુસ જ તેમની સુંદરતા અને ગ્લોઈંગ સ્કીનનો રાઝ છે.
Also Read – Nita Ambaniએ નાની વહુ Radhika Merchant સાથે કર્યું કંઈ એવું કે…
નાસ્તામાં બીટના જ્યુસ સાથે સાથે જ નટ્સ અને ફળ ખાવાનું પસંદ કરે છે. નીતા અંબાણી પોતાની સાથે સાથે પરિવારના તમામ સભ્યોના ડાયેટનો ખૂબ ખ્યાલ રાખે છે. હેલ્ધી બ્રેકફાસ્ટ સિવાય નીતા અંબાણીને પણ ક્યારેક ચટપટો નાસ્તો ખાવાનું પણ પસંદ છે. વાત કરીએ નીતા અંબાણીના ફેવરેટ ફૂડ કે બ્રેકફાસ્ટની તો તેમને ટેસ્ટી સાઉથ ઈન્ડિયન ડોસા, ઈડલી વગેરે પણ ખાવાનું પસંદ છે. આ ઉપરાંત સ્વાદિષ્ટ ગુજરાતી નાસ્તો પણ નીતા અંબાણીની ફેવરેટ ડિશેઝમાંથી એક છે.
થોડાક સમય પહેલાં જ મુકેશ અંબાણીના મનગમતી વાનગીઓ વિશેનો અહેવાલ પણ સામે આવ્યો હતો અને મુકેશ અંબાણીની ખાવાપીવાની આદતોને લઈને નીતા અંબાણી થોડા ચિંતિત હોય છે એવું રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું. આમ તો મુકેશ અંબાણી પણ ઘરનું ટિપીકલ ગુજરાતી ખાવાનું એટલે કે શાક, રોટલી, દાળ-ભાત ખાવાનું પસંદ કરે છે. પરંતુ તેઓ જ્યારે એમનો મોકો મળે ત્યારે સેવપૂરી, ભેળ, પાણી પૂરી જેવી ચટાકેદાર ટેસ્ટી ચાટ ખાવાનું પસંદ કરે છે અને તેઓ રસ્તાના સ્ટોલ પર ખાવા ઊભા રહી જાય છે. મુકેશ અંબાણીની આ આદતને કારણે નીતા અંબાણી હંમેશા ટેન્શનમાં રહે છે.