નીતા અંબાણીની 17 કરોડ રૂપિયાની આ ટચૂકડી બેગની ખાસિયત જાણશો તો ચોંકી ઉઠશો… | મુંબઈ સમાચાર
મનોરંજન

નીતા અંબાણીની 17 કરોડ રૂપિયાની આ ટચૂકડી બેગની ખાસિયત જાણશો તો ચોંકી ઉઠશો…

અંબાણી પરિવારના લેડી બોસ નીતા અંબાણી પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ અને સુંદરતાને કારણે ચર્ચામાં આવતા રહે છે. હાલમાં જ ઈન્ડસ્ટ્રીના જાણીતા ફેશન ડિઝાઈનર મનિષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં નીતા અંબાણીએ પોતાના લૂકથી લાઈમલાઈટ લૂંટી હતી. જોકે, આ સમયે તેમના લૂક કરતાં સૌથી વધુ ચર્ચા તો તેમના હાથમાં જોવા મળેલી ટચુકડી પર્સની અને તેની કિંમતની થઈ રહી છે. આ બેગની કિંમત 17 કરોડ રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે, ત્યારે ચાલો જાણીએ આખરે એવું તે શું ખાસ છે આ બેગમાં…

નીતા અંબાણીએ દિવાળી પાર્ટીમાં મનિષ મલ્હોત્રાએ જ ડિઝાઈન કરેલી સિક્વન્સવાળી સાડી પહેરી હતી. આ સાડી સાથે પન્નાના મોટા મોટા ઈયરરિંગ્સ અને મેચિંગ હેન્ડ પર્સ કેરી કરી હતી. આ પર્સની વાત કરીએ તો તે જાણીતી લક્ઝુરિયસ બ્રાન્ડ બિર્કીનનું નવું વર્ઝન છે. આ એક ખૂબ જ કિંમતી અને લિમિટેડ એડિશન મિની બેગ હતી. મળતી માહિતી અનુસાર આ બેગના ત્રણ જ પીસ બનાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: 60 વર્ષે નીતા અંબાણીએ મ્હાત આપી રૂપિયા 830 કરોડની માલકિનને, અંબાણી પરિવાર સાથે છે ખાસ સંબંધ…

વાત કરીએ આ બેગની ખાસિયત અને કિંમત વિશે તો તે 2012માં ડિઝાઈન કરવામાં આવી હતી અને તેની કિંમત 2 મિલિયન ડોલર એટલે કે આશરે આજના 17,13,24,200 કરોડ રૂપિયા જેટલી થાય છે. આ બેગને બનાવવા માટે 18 કેરેટ વ્હાઈટ ગોલ્ડ અને 3,025 ડાયમંડ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેને કારણે તેની કિંમત આટલી વધારે છે. આ એક સ્ટેટમેન્ટ પીસ છે.

પર્સની ડિઝાઈન વિશે વાત કરીએ તો આ બેગનો ટોપ ફ્લેપ મગરમચ્છની ચામડી જેવો બનાવવામાં આવ્યો છે જ્યારે તેની બોડી, ટોપ હેન્ડલ્સ, કેડેના લોક અને ક્લોઝેટને ડાયમંડ્સથી ડેકોરેટ કરવામાં આવ્યું હતું.

ભાઈસાબ આ તો નીતા અંબાણી છે એટલે એમની તો કંઈ વાત થાય? અંબાણી પરિવારના લેડી બોસ છે એટલે એમના ઠાઠ તો ન્યારા જ હોવાના ને? હાલમાં સોશિયલ મીડિયા પર આ ટચૂકડી બેગ તેની કિંમતને કારણે ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે. તમે પણ આ બેગ ના જોઈ હોય તો અત્યારે જ જોઈ લો…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button