મનોરંજન

કૃપા કરીને માફ કરજો…. નીતા અંબાણીએ કોની માફી માગી! વાયરલ થયો વીડિયો

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન ભવ્ય અંદાજમાં થયા હતા. લગ્નમાં બોલિવૂડથી લઈને હોલીવુડના સ્ટાર્સ જોવા મળ્યા હતા. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં સમગ્ર અંબાણી પરિવારે હાજરી આપી હતી. નીતા અંબાણીથી લઈને શ્લોકા અંબાણી ખાસ અને સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળ્યા હતા. લગ્ન બાદ ગ્રાન્ડ રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર બોલીવુડે ભાગ લીધો હતો. આ ફંકશન દરમિયાન નીતા અંબાણીએ મીડિયા સાથે વાતચીત કરી અને તેમનો આભાર માન્યો હતો. નીતા અંબાણીની નમ્ર શૈલી લોકોને પસંદ આવી રહી છે. મીડિયા સાથે વાત કરતી વખતે તેણે જે રીતે થેન્ક્સ કહ્યું તે જોઈને લોકો કહે છે કે નીતા અંબાણી આટલી સફળતા પછી પણ કેટલા બધા નમ્ર છે. હવે તેનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

પાપારાઝી સાથે વાતચીત કરતી વખતે, નીતાએ કહ્યું હતું કે, “જય શ્રી કૃષ્ણ! નમસ્તે… નમસ્તે. તમે બધા મારા અનંત અને રાધિકાના લગ્ન માટે આટલા લાંબા સમયથી આવી રહ્યા છો. આ માટે તમારો હૃદયપૂર્વકનો આભાર. આ લગ્નનું ઘર છે અને તમે અમારી ઉજવણીનો એક ભાગ છો, તમારી ધીરજ અને સમજણ બદલ આભાર. જો કોઈ ભૂલ હોય તો મને માફ કરશો. હું આશા રાખું છું કે તમારી સંપૂર્ણ કાળજી લેવામાં આવી છે. આપ સૌને આવતીકાલનું આમંત્રણ મળ્યું જ હશે, તેથી તમારે કાલે અમારા મહેમાન તરીકે આવવાનું છે, અમે ધ્યાન રાખીશું. અમે તમારા પરિવાર સાથે તમારા આવવાની રાહ જોઈશું જેથી અમે તમારું સ્વાગત કરી શકીએ. આભાર.’

આ સમયે નીતા અંબાણીએ હેવી વર્ક સાથે પિંક સાડી પહેરી હતી. સાથે ડાયમંડ જ્વેલરી અને વાળમાં ફૂલો સાથએ નીતા અંબાણી ખૂબ જ સુંદર દેખાઇ રહ્યા હતા. તેમના આ ભવ્ય લુકની પણ ઘણી પ્રશંસા થઈ રહી છે.

પાપારાઝી પ્રત્યે નીતા અંબાણીની આ હરકતો જોઈને લોકો તેના ફેન બની ગયા છે. એક ઈન્ટરનેટ યુઝરે કોમેન્ટ બોક્સમાં લખ્યું કે, “તે ખૂબ જ નમ્ર અને ડાઉન ટુ અર્થ છે.” એક યુઝરની કોમેન્ટ કરી છે કે, “અન્ય ઘમંડી સેલેબ્સે તેમની પાસેથી કંઈક શીખવું જોઈએ. અંબાણી પરિવાર ખૂબ નમ્ર છે.” એક યુઝરે લખ્યું, “તે દરેક સાથે આદર અને પ્રેમથી વર્તે છે. તેઓ હંમેશા પ્રગતિ કરશે.” એક યુઝરે લખ્યું છે કે, “આને કહેવાય મૂલ્યો. ભગવાન અંબાણી પરિવારને હંમેશા આશીર્વાદ આપે અને તેમની હંમેશા પ્રગતિ કરે.”

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button