Nita Ambaniની સુંદરતાની Mukesh Ambani જ નહીં, પરંતુ આ હસ્તી પણ થઈ દિવાની અને…

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન (Anant Ambani-Radhika Merchant Wedding) સંપન્ન થયા બાદ નીતા અંબાણી (Nita Ambani) હાલમાં ઓલમ્પિક્સમાં હાજરી આપીને લાઈમલાઈટ ચોરી લીધા રહ્યા છે. પેરિસ ઓલમ્પિક-2024 (Paris Olympic-2024)માં મનુ ભાકરે બ્રોન્ઝ મેડલ જિતીને ભારતને પહેલું મેડલ અપાવીને ખાતું ખોલાવી દીધું છે.
દરમિયાન સોશિયલ મીડિયા પર નીતા અંબાણીનો એક ભાંગડા કરતો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે હંમેશા લાઈમલાઈટ ચોરી લેતાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી (Mukesh Ambani-Nita Ambani) હાલમાં ઓલમ્પિક્સમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ સમયે તેમની સાથે નાનકડી આદિયા પણ હતી. આદિયાનો એક ક્યુટ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આદિયા એકદમ લાડથી નીતા અંબાણીને જોતી જોવા મળી રહી છે.
ઓલમ્પિક્સ-2024 માટે નીતા અંબાણી અને મુકેશ અંબાણીના ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. હર હંમેશની જેમ જ ક્લાસી, સ્ટાઈલિશ વિદેશી લૂક્સની સાથે સાથે પેરિસમાં પણ નીતા અંબાણીના સાડી પહેરેલા ફોટો વાઈરલ થઈ રહ્યા છે. નેટિઝન્સને નીતા અંબાણીનો આ ટ્રેડિશનલ લૂક ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
વાઈરલ થઈ રહેલાં ફોટો અને વીડિયોમાં નીતા અંબાણી ગુલાબી રંગની સાડી પહેરી છે, જેના પર મલ્ટિકલર ફ્લોરલ કલમકારી બોર્ડર જોવા મળી રહી છે. નીતા અંબાણીનો આ સિમ્પલ બટ એલિગન્ટ લૂકવાળી સાડી અને ડીમ યુ અને ડોરી બેકવાળો બ્લાઉઝ તેમની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યો છે.
આ સાડી સાથે એલિગન્ટ ડાયમંડ ઈયરરિંગ્સ, સિમ્પલ મેકઅપ અને ત્રણ ઝાલરવાળો પર્લનો હાર કેરી કરીને નીતા અંબાણીએ પોતાના લૂકને કમ્પલિટ કર્યો હતો. ગુલાબી સાડીમાં નીતા અંબાણીને જોઈને મુકેશ અંબાણી જ નહીં પણ નાનકડકી આદિયા શક્તિ પણ પોતાની નજરો નાની પરથી હટાવી શકી નહોતી. વીડિયોમાં નીતા અંબાણીના ખોળામાં બેઠેલી આદિયા તેમને એકટક જોઈ રહી છે.
આ પણ વાંચો : રાજા-મહારાજાઓને શરમાવે એવું છે Ambani Familyની આ ફિમેલ મેમ્બરનું Jewellery Collection…
આદિયા પણ આ વીડિયોમાં ક્યૂટ લાગી રહી છે. ગુલાબી કલરના ચેક પ્રિન્ટવાળા ફ્રોકમાં આદિયા પરી જેવી સુંદર લાગી રહી હતી. બીજા શબ્દોમાં કહીએ તો નાની નીતા અને દોહિત્રી આદિયાએ ટ્વીનિંગ કર્યું હતું.