આજે છે Amitabh Bachchanની માતાનો છે Happy Birthday
અહં… હેડિંગ વાંચીને જો તમને એવું લાગી રહ્યું હોય કે અમે અહીં સદીના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ની રિયલ મધર તેજી બચ્ચનની વાત થઈ રહી છે તો એવું નથી. અહીં તો બિગ બીની રીલ લાઈફ મધર અને બોલીવૂડ એક્ટ્રેસ નિરુપા રોય (Nirupa Roy)ની વાત થઈ રહી છે. નિરુપા રોયનો આજે 94મો જન્મદિવસ છે ત્યારે ચાલો જાણીએ નિરુપા રોયની કેટલીક જાણીતી વાતો-
નિરુપા રોયનો જન્મ ગુજરાતના વલસાડમાં થયો હતો અને તેમણે અનેક ફિલ્મોમાં લીડ એક્ટ્રેસ કામ કર્યું છે. ફિલ્મોમાં નિરુપા રોયે પત્ની અને માતાના રોલમાં કામ કર્યું. જોવાની વાત એ છે કે હીરોઈન તરીકે પોપ્યુલારિટી ના મળી એટલી તેમને માતાનો રોલમાં મળી. એક સમય હતો કે જ્યારે તે દર બીજી-ત્રીજી ફિલ્મમાં માતાનો રોલમાં જોવા મળતી હતી. નિરુપા રોયે તેમના કરિયરમાં અનેક ફિલ્મોમાં અમિતાભ બચ્ચનની માતાનો રોલ કર્યો હતો. નિરુપા રોયને પોતાની અદાકારીથી ખ્યાતિ તો મળી પણ તેમણે એની એટલી મોટી કિંમત ચૂકવવી પડી હતી કે જેનો અફસોસ તેમને જિંદગીભર રહ્યો.
આ પણ વાંચો: ‘મેરે પાસ મા હૈ’ સિનેમા તથા માનો અતૂટ સંબંધ
નિરુપા રોયે ખુદ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમના પતિ તો તેમની એક્ટિંગ અને ફિલ્મોમાં કામ કરવાના નિર્ણયથી ખુશ હતા, પરંતુ જ્યારે તેમના માતા-પિતાને આ વાતની જાણ થઈ તો તેઓ ખૂબ જ નારાજ થયા. એટલું જ નહીં તેમના ઘરે તો ફિલ્મોનું નામ લેવું પણ જાણે ગુના સમાન હતું. આવી પરિસ્થિતિમાં જ્યારે તેમના પિતાને જાણ થઈ કે તેમની દીકરી ફિલ્મોમાં કામ કરે છે તો તેઓ ગુસ્સે ભરાયા અને માતા-પિતાએ આજીવન નિરુપા રોયનું મોઢું નહીં જોયું. આ વાતનું દુઃખ એક્ટ્રેસને હંમેશા જ રહ્યું હતું.
1946માં આવેલી ફિલ્મ અમર રાજથી નિરુપા રોયે પોતાના એક્ટિંગના કરિયરની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેમણે કેટલીક બીજી ફિલ્મો પણ કરી. 1953માં આવેલી ફિલ્મ મુનિમજીમાં પહેલી વખત ઓનસ્ક્રીન માનો રોલ કર્યો હતો. આ ફિલ્મમાં નિરુપા રોયે પોતાનાથી મોટા દેવાનંદની માતાનો રોલ નિભાવ્યો હતો. ત્યાર બાદથી નિરુપા રોયને માતાના રોલની જ ઓફર આવવા લાગી.
આ પણ વાંચો: ડાયલોગમાં `દાદાગીરી’ તો દિલીપકુમારની જ..!
1975માં આવેલી ફિલ્મ દિવાર તેમના કરિયરનું સૌથી મોટું ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ હતી. ત્યાર બાદ તેમણે ખૂન પસીના, ઈન્કલાબ, અમર અકબર એન્થની, સુહાગ, ગિરફ્તાર, મુકદ્દર કા સિકંદર, મર્દ, ગંગા-યમુના-સરસ્વતી, તીસરી આંખ, બેતાબ, લાલ બાદશાહ સહિત અનેક ફિલ્મોમાં માતાનો રોલ કર્યો હતો.
નિરુપા રોયે પોતાની ફિલ્મી કરિયરમાં 250થી ફિલ્મોમાં કામ કર્યું હતું, તેમને ત્રણ વખત ફિલ્મફેયર એવોર્ડ મળ્યા હતા. 2004થી તેમને ફિલ્મફેયર લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું હતું. નિરુપા રોયનું 13મી ઓક્ટોબર, 2004માં હાર્ટ એટેકને કારણ નિધન થયું હતું અને એ વખતે તેમની ઉંમર 72 વર્ષની હતી.