મનોરંજન

ગોવાની લાઉન્જમાં એન્ટ્રી મળતા નીના ગુપ્તાએ કહ્યું કંઈક આમ


નીના ગુપ્તાને તાજેતરમાં બરેલી એરપોર્ટના વીઆઈપી લાઉન્જમાં પ્રવેશવાની મનાઈ કરવામાં આવી હતી. તે સમયે તેમે રોષ ઠાલવતા કહ્યું હતું કે હજુ વીઆઈપી બનવા ઘણી મહેનત કરવી પડશે. તેણે ખુદ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને આ જાણકારી આપી હતી. જોકે હવે તેમમે ફરી આ વિષય પર કંઈક કહ્યું છે. હવે આ દરમિયાન, અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વધુ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ગોવા એરપોર્ટના વીઆઈપી લાઉન્જની અંદર જોવા મળી રહી છે.
VIP લાઉન્જમાં એન્ટ્રી લેતી વખતે તે કહે છે – આખરે ગોવા એરપોર્ટ પર VIP લાઉન્જ મળી. અમને બેસાડવામાં આવ્યા છે તો અમે VIP બની ગયા છીએ. આભાર ગોવા. આ ઉપરાંત તેમણે ત્યાં હાજર તમામ સ્ટાફનો પણ આભાર માન્યો હતો..
નીનાના આ વીડિયો પર ચાહકોએ વિવિધ પ્રકારની કોમેન્ટ કરી છે. એક યુઝરે લખ્યું- સોશિયલ પ્લેટફોર્મ પર તમારો અવાજ ઉઠાવવો હંમેશા તમારા માટે ઉપયોગી રહ્યો છે, મેડમ. બીજાએ લખ્યું – તમે એટલી નિખાલસતાથી સત્ય બોલો છો કે તમે બધાનું દિલ જીતી લો છો. જ્યારે ત્રીજાએ લખ્યું- મારા માટે તમે VIP છો. તમને એક એક્ટ્રેસ તરીકે અને એક વ્યક્તિ તરીકે પણ વધુ પ્રેમ કરું છું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button