મનોરંજન

આ જાણીતી એક્ટ્રેસે પ્રયાગરાજમાં લગાવી ડૂબકી, Abhishek Bachchan સાથે જોડાઈ ચૂક્યું છે નામ…

હાલમાં પ્રયાગરાજમાં મહાકુંભ યોજાઈ રહ્યો છે અને દરરોજ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ડૂબકી મારવા પહોંચી રહ્યા છે. સામાન્ય નાગરિકોથી લઈને રાજકારણીઓ અને સેલિબ્રિટીઓ પણ પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. અત્યાર સુધીમાં અનુપમ ખેર, વિક્કી કૌશલ, વિદ્યુત જામવાલ, હેમા માલિની, રાજકુમાર રાવ, નીના ગુપ્તા, જુહી ચાવલા, એકતા કપૂર જેવા અનેક સેલેબ્સ સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે અને હવે આ યાદીમાં વધુ એક નામ જોડાઈ ચૂક્યું છે. અભિષેક બચ્ચનની એક્ટ્રેસ નિમ્રત કૌરે પણ આસ્થાની ડૂબકી લગાવી હતી, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.

Also read : Aishwarya Rai-Bachchan અને રાની મુખર્જીની મિત્રતા કોને કારણે તૂટી? વર્ષો બાદ થયો ખુલાસો…

એક્ટ્રેસ નિમ્રત કૌરે સોશિયલ મીડિયા પર પ્રયાગરાજથી કેટલાક ફોટો અને વીડિયો શેર કર્યા છે. નિમ્રતે મહાકુંભ જવાનો પોતાનો અનુભવ પણ શેર કર્યો છે. આ ફોટોમાં નિમ્રત કૌર ભગવા આઉટફિટ, ગળામાં રૂદ્રાક્ષની માળા પહેરેલી જોવા મળી રહી છે. નિમ્રતે આ સમયે ગંગામાને શ્રીફળ અને ચૂંદડી પણ અર્પણ કરી હતી. આ સિવાય વીડિયોમાં નિમ્રત બોટિંગનો આનંદ ઉઠાવતી જોવા મળી રહી છે.

મહાકુંભની મુલાકાતના કેટલાક ફોટો પણ નિમ્રત કૌરે શેર કર્યા છે. આ ફોટો અને વીડિયો શેર કરતાં નિમ્રત કૌરે લાંબી લચક કેપ્શન પણ પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં નિમ્રતે લખ્યું છે કે આ અનુભવને વર્ણવવા માટે મારી પાસે કોઈ શબ્દ નથી, કારણ કે હું અહીં આવીને મારી જાતને ભાગ્યશાળી માની રહું છું. એક સિખ પરિવારમાં જન્મી હોવાને કારણે કુંભ મેળા સ્નાનનું મહત્ત્વ એક નવી અવધારણા છે.

નિમ્રતે આગળ પોતાની પોસ્ટમાં એવું લખ્યું છે કે આ વિશાળ આયોજનમાં પોલીસ, સ્થાનિક પ્રશાસન દ્વારા કરવામાં આવી રહેલાં પ્રયાસો માટે હું એમની આભારી છું. લાંબા સમયથી તેઓ દિવસમાં 2-3 કલાકની જ ઊંઘ લઈ રહ્યા છે. મારા આ અનુભવને યાદગાર બનાવવા માટે અને ચહેરા પર સ્માઈલ લાવવા માટે શાનદાર ગંગા ટાસ્ક ફોર્સને હું સલામ કરું છે.

Also read : સાત સમંદર પાર સાડીમાં Nita Ambaniએ બિખેર્યો એવો જલવો, જોઈને તમે પણ કહેશો કે…

યુઝર્સ સોશિયલ મીડિયા પર નિમ્રતની પોસ્ટ પર કમેન્ટ અને લાઈક કરીને પ્રેમ વરસાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાક સમયથી નિમ્રત ફિલ્મોથી દૂર છે પરંતુ અભિષેક બચ્ચન સાથે નામ જોડાવવાને કારણે લાઈમલાઈટમાં આવી હતી. નિમ્રત અને અભિષેકના અફેયરને કારણે ઐશ્વર્યા અને અભિષેકનું ઘર તૂટ્યું હોવાનો દાવો અનેક અહેવાલોમાં કરવામાં આવ્યો હતો. પરંતુ બચ્ચન પરિવાર કે નિમ્રત દ્વારા આ બાબતે કોઈ સ્પષ્ટતા નહોતી કરી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button