મનોરંજન

બે દિવસ સુધી હોટેલના રૂમમાં બ્લેક આઉટને કારણે ફસાઈ ગઈ આ એક્ટ્રેસ, જણાવ્યો પોતાનો અનુભવ…

ભારત-પાકિસ્તાન વચ્ચે ભલે હાલમાં સીઝફાયરની ઘોષણા કરવામાં આવી હોય પણ પોતાની પંજાબી ફિલ્મ શૌંકી સરદારના પ્રમોશન માટે મોહાલી પહોંચેલી ટીવી એક્ટ્રેસ નિમ્રત કૌર અહલુવાલિયાએ બ્લેક આઉટનો અનુભવ શેર કર્યો હતો. નિમ્રત ભારત-પાક વચ્ચેના તણાવને કારણે જાહેર કરવામાં આવેલી સુરક્ષા વ્યસ્થાને પગલે બે દિવસ સુધી મોહાલીમાં ફસાઈ ગઈ હતી.

Nimrit Kaur Ahluwalia

ડ્રોન અટેક બાદ પૂરા શહેરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને એરપોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યા હતા. આ મામલે એક્ટ્રેસે હવે ખૂલીને વાત કરી છે. નિમ્રતે આપેલા ઈન્ટરવ્યું જણાવ્યું હતું કે છેલ્લાં બે દિવસથી હું મોહાલીમાં હતી અને ત્યાર બાદ બઠિંડા જવાનો પ્લાન હતો, પરંતુ પરિસ્થિતિઓ એવી ઊભી થઈ કે હોટેલમાંથી બહાર નીકળવાનું પણ મુશ્કે થઈ ગયું.
તેણે આગળ એવું પણ જણાવ્યું હતું કે શહેરની તમામ લાઈટ બંધ કરી દેવામાં આવી હતી અને આખી રાત બસ સાઈરનના અવાજો જ સંભળાતા હતા. મેનેજમેન્ટે અમને હોટેલમાં જ રહેવાની સલાહ આપી હતી અને એની સાથે સાથે જ તેમણે બારીઓના પડદા પણ બંધ રાખવા જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે નિમ્રત કૌરના પિતા બ્રિગેડિયર ગુરદીપ સિંહ આર્મીમાં રહી ચૂક્યા છે અને એને કારણે તેણે આવી સ્થિતી પહેલાં જોઈ ચૂકી છે. તેણે જણાવ્યું હતું કે મારા પિતા કારગીલ યુદ્ધમાં એક્ટિવ હતા, એટલે મેં ડરવાને બદલે સંયમ જાળવી રાખ્યો, પણ એ સમયે મને ડર અને બેચેની લાગી રહી હતી.

આ મુશ્કેલ પરિસ્થિતિમાં નિમ્ર કૌર અને તેમની ટીમની ફિલ્મ સાથે જોડાયેલા એક પ્રોડ્યુસરે તેને ખૂબ જ મદદ કરી હતી. પ્રોડ્યુસરે નિમ્રત અને તેમની ટીમને ઘરે બનાવેલું ભોજન હોટેલ પહોંચાડ્યું, જે આટલી મુશ્કેલ પરિસ્થિતિમાં રાહત અપાવનારી વાત હતી. વાત કરીએ નિમ્રતની આગામી ફિલ્મ વિશે તો તે 16મી મેના થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં તેની સાથે ગુરુ રંધાવા પણ જોવા મળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button