મનોરંજન

Abhishek Bachchan સાથેના અફેયર પર Nimrat Kaur એ આપી સ્પષ્ટતા, સ્પષ્ટતા બાદ તો…

અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને નિમ્રત કૌર (Nimrat Kaur)ના અફેયરની ચર્ચા હાલમાં ખૂબ જ જોરશોરથી સાંભળવા મળી રહી છે. આ સમાચાર સામે આવ્યા બાદથી તો નેટિઝન્સે અભિષેક અને નિમ્રતને ખૂબ જ ટ્રોલ કરી રહ્યા છે, પરંતુ હવે નિમ્રત કૌરે આ ટ્રોલર્સને જવાબ આપીને તેમની બોલતી બંધ કરવાનો પ્રયાસ કર્યો છે. આવો જોઈએ આખરે શું કહ્યું નિમ્રતે-

Credit : Filmibeat Hindi

આ પણ વાંચો : Abhishek Bachchan પહેલાં આ જાણીતા ક્રિકેટર સાથે જોડાઈ ચૂક્યું છે Nimrat Kaurનું નામ…

અભિષેક બચ્ચન અને નિમ્રત કૌરના અફેયરના સમાચાર લાંબા સમયથી વાઈરલ થઈ રહ્યા છે અને હવે આ બધાથી કંટાળીને હવે નિમ્રતે રિએક્શન આપ્યું છે. નિમ્રતે કહ્યું છે કે હું કંઈ પણ કરી શકું છું અને લોકો એ જ કહેશે જે તેમનું કહેવું છે. આ પ્રકારની ગોસિપને રોકવાનું શક્ય નથી અને હું મારા કામ પર ધ્યાન આપવાનું પસંદ કરું છું.

Credit : HerZindagi

અભિષેક સાથેના અફેયરના રિપોર્ટ્સને નિમ્રતે સંપૂર્ણપણે નકાર્યા પણ નથી અને કન્ફર્મ પણ નથી કર્યા. આ જોઈને યુઝર્સ કન્ફ્યુઝ થઈ ગયા છે. નિમ્રતના આ સ્ટેટમેન્ટ પરથી એક વાત તો સ્પષ્ટ થાય છે કે નિમ્રત અભિષેક બચ્ચન સાથેની અફેયરની વાતોથી ખૂબ જ કંટાળી ગઈ છે. નિમ્રત કૌરે અભિષેક બચ્ચન સાથેના અફેયરને લઈને કોઈ સ્ટાન્ડર્ડ ક્લિયર કર્યા નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ પર એક પોસ્ટ વાઈરલ થઈ હતી, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે ફિલ્મ દસવીના શૂટિંગ બાદથી અભિષેક અને નિમ્રત એકબીજાની નજીક આવ્યા હતા અને ત્યારથી બંનેનું અફેયર શરૂ થઈ ગયું હતું.

આ પણ વાંચો : કોણ છે એ એક વ્યક્તિને જેને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે Aishwarya Rai-Bachchan? નામ જાણીને ચોંકી ઉઠશો

અનેક સોશિયલ મીડિયા પોસ્ટમાં તો એવો દાવો પણ કર્યો હતો કે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન બંને એક સાથે નથી અને બંને એકબીજાથી દૂર દૂર પોતાની લાઈફ વિતાવી રહ્યા છે. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન સંબંધને લઈને જાત જાતની અફવાઓ ઉડી રહી છે અને એમાં એવો દાવો કરાઈ રહ્યો છે કે બંને વચ્ચે કંઈ ઠીક નથી. પરંતુ આ બાબતે અભિષેક બચ્ચન કે ઐશ્વર્યા રાયે કોઈ ખુલીને વાત નથી કરી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button