Abhishek Bachchan પહેલાં આ જાણીતા ક્રિકેટર સાથે જોડાઈ ચૂક્યું છે Nimrat Kaurનું નામ…
બોલીવૂડ એક્ટ્રેસ નિમ્રત કૌર પોતાની દમદાર એક્ટિંગને કારણે તો જાણીતી છે જ પણ એની સાથે સાથે જ હાલમાં જ તે તેની પ્રોફેશનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં આવી રહી છે. હાલમાં એક્ટ્રેસનું નામ અભિષેક બચ્ચન (Abhishek Bachchan) સાથે જોડાઈ રહ્યું છે. પરંતુ અભિષેક સાથે નામ જોડાયું એ પહેલાં નિમ્રત કૌરનું નામ ભારતીય ક્રિકેર સાથે પણ જોડાઈ ચૂક્યું છે. ચોંકી ગયા અભિષેક પહેલાં નિમ્રત કૌરનું નામ ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર સાથે જોડાઈ ચૂક્યું છે. ચાલો તમને જણાવીએ કોણ છે આ ક્રિકેટર…
બોલીવૂડ અને ક્રિકેટનો ચોલી-દામનનો સાથ છે અને આ વાતનો ખ્યાલ તો બોલીવૂડ એક્ટ્રેસ અને ક્રિકેટર્સના લગ્ન કે લવ સ્ટોરી વિશે સાંભળીને જ આવે છે. નિમ્રત કૌરનું નામ 2018માં સ્ટાર ક્રિકેટર રવિ શાસ્ત્રી સાથે જોડાઈ ચૂક્યું છે. એક અંગ્રેજી અખબારમાં છપાયેલા અહેવાલ અનુસાર રવિ શાસ્ત્રી અને નિમ્રત કૌરે એકબીજાને બે વર્ષ સુધી ડેટ કરી ચૂક્યા છે. જોકે, નિમ્રત કૌર કે રવિ શાસ્ત્રી બંનેમાંથી કોઈએ આ વિશે ખુલીને વાત નથી કરી.
અહીંયા તમારી જાણ માટે કે રવિ શાસ્ત્રી પહેલાં નિમ્રતનું નામ સાઉથ ઈન્ડિયન સુપર સ્ટાર રાણા દુગ્ગુબાતી સાથે જોડાઈ ચૂક્યું છે, પરંતુ નિમ્રત કૌરે હંમેશા પોતાની પર્સનલ લાઈફને પર્સનલ જ રાખી છે. નિમ્રત કૌરનું નામ ફિલ્મ એર લિફ્ટના કો-સ્ટાર અક્ષય કુમાર સાથે પણ નામ જોડાયું હતું.
આ પણ વાંચો : Abhishek Bachchan-Aishwarya Rai-Bachchanના ડિવોર્સ અંગે પહેલાં જ એક્ટ્રેસે કરી ભવિષ્યવાણી, કહ્યું…
હવે ફરી એક વખત નિમ્રત કૌરનું નામ અભિષેક બચ્ચન સાથે જોડાઈ રહ્યું છે. જોકે, આ વખતે પણ અભિષેક કે નિમ્રતે આ વિશે ખુલીને કોઈ ટિપ્પણી કરી નથી. કેટલાક લોકો તો ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન વચ્ચે પડેલાં ભંગાણ માટે પણ નિમ્રત કૌરને જવાબદાર માની રહ્યા છે.