મનોરંજન

ટ્રેડિશનલ લૂકમાં છવાઈ ગઈ નિક્કી

મુંબઈઃ સાઉથની જાણીતી અભિનેત્રી નિક્કી તંબોલી તેના બોલ્ડ લૂકને ચર્ચામાં છવાઈ જાય છે, જેમાં તાજેતરમાં ટ્રેડિશનલ લૂકને લઈ સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી છે. નિક્કી તંબોલી પીચ કલરની સાડીમાં બોલ્ડ અંદાજમાં જોવા મળી છે.
ટ્રેડિશનલ લૂકમાં પીચ કલરની સાડીમાં નિક્કી તંબોલી સજ્જ છે, પરંતુ ડીપ નેક બ્લાઉઝ પહેરેલો છે. આ લૂકને લઈને ઈન્ટરનેટ પર ગરમી વધારી દીધી છે. તંબોલીના બોલ્ડ અંદાજને જોઈ સોશિયલ મીડિયા પર તેમના ચાહકો પણ તેની તારીફ કરી રહ્યા છે.

નિક્કી તંબોલીની પાતળી ફીગર અને કર્વી ફિગરને જોઈને લોકો દંગ રહી ગયા છે. ન્યૂડ મેકઅપના શેડ અને ઓપન હેર લૂકમાં જોરદાર લાગે છે, જ્યારે અન્ય એક વીડિયો શેર કરીને નિક્કીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને કેપ્શન લખ્યું ગોર્જિયસ નારી ઈન ગોર્જિયસ સારી. નિક્કીના ટ્રેડ્શનલ લૂક પર લાખો લોકોએ લાઈક કરી છે, જ્યારે સેંકડો લોકોએ કમેન્ટ કરી છે. એક યૂઝરે તેને સ્વીટી લખ્યું છે.

નિક્કી તંબોલીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે અનેક ટીવી રિયાલ્ટી શોમાં કામ કરી ચૂકી છે, જ્યારે મ્યુઝિક વિડિયો અને સાઉથની ફિલ્મોમાં પણ આગવી ઓળખ બનાવી છે. સોશિયલ મીડિયામાં ખાસ કરીને ઈન્સ્ટાગ્રામ પર પણ તેની 4.4 મિલિયન જેટલા ફોલોઅર્સની સંખ્યા છે.

આ અગાઉ પણ નિક્કી તંબોલી ટ્રેડિશનલ આઉટફીટ પહેરી ચૂકી છે, જેમાં બોલ્ડ અંદાજને રજૂ કરવાનું પણ ચૂકી નથી, જ્યારે તેના એ અવતારને પણ લોકો ખાસ કરીને પસંદ કરે છે.



Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button