મેક અપ દાદા હોય તો હેયર દીદી કેમ? Nikhil Advaniએ કરી આવી સ્પષ્ટતા
બોલીવૂડના જાણીતા ફિલ્મસર્જક નિખિલ અડવાણી અને ત્રણ હીરોઈન વચ્ચેની રાઉન્ડ ટેબલ મિટિંગમાં એક એવી વાત બહાર આવી છે, જે લગભગ બોલીવૂડ સાથે સંકળાયેલા પણ જાણતા નહીં હોય. મહિલાઓના વિવિધ ક્ષેત્રોમાં યોગદાન કે કામ કરવા મામલે ચર્ચા ચાલી રહી હતી. આ ચર્ચા દરમિયાન નિખિલે જણાવ્યું કે મેકઅપ આર્ટિસ્ટના એસોસિયેશનનો નિયમ છે કે હીરોઈનોનો મેકઅપ ભલે પુરુષ કરે, પરંતુ હેરસ્ટાઈલ હંમેશાં સ્ત્રી જ બનાવે છે. આનું કારણ જણાવતા તેણે કહ્યું કે મહિલાઓના શરીરના પાછળના ભાગ અથવા વાળને અડવાથી તેમની જાતીય ઈચ્છાઓ જાગે છે અને પુરુષનો આ સ્પર્શ તેમને ઉત્તેજીત કરી શકે છે, આથી મેક અપ કરવા માટે પુરુષો હોય છે, પરંતુ હેરસ્ટાઈલ્સ માટે સ્ત્રીને રાખવામાં આવે છે.
આ પણ વાંચો: બોલીવૂડ-2024ઃ કોરોનાકાળ બાદ કઈ ફિલ્મ સૌથી વધારે દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવી
આ રાઉન્ડ ટેબલ ડિસ્કશનમાં ઋચા ચઢ્ઢા, અનન્યા પાંડે, અનુપમા ચોપરા પણ હાજર હતા. મહિલાઓને મળતા કામના આંકડા અંગે વાત થતી હતી. તેમાં નિખિલે કહ્યું કે આ કારણે હેયર દીદીનું કામ હંમશાં મહિલાઓને આપવામાં આવે છે. ઋચાએ સવાલ કર્યો ત્યારે નિખિલે કહ્યું કે તમારા વાળને કોઈ પુરુષ અડે અને સ્ત્રી અડે તેમાં ફરક હોય છે. આ એક લોજિક છે.
હવે નિખિલનું લોજિક તો એને ખબર પણ એ વાત સાચી કે મોટે ભાગે હેર દીદી હોય છે અને મેક અપ દાદા.