ભારતના જમાઈ અને પ્રિયંકાના પતિએ આ કારણે ચાહકોની માગી માફી
નિક જોનાસે તેના ચાહકોની માફી માંગી છે અને જોનાસ બ્રધર્સ કોન્સર્ટ મોકૂફ રાખવા અંગે ખુલાસો કર્યો છે. પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ ઈન્ફલ્યુએન્ઝા A થી બીમાર પડ્યા છે, જેના કારણે જોનાસ બ્રધર્સે તેમની ટૂર તારીખો બદલવી પડી છે.
દેશનો જમાઈ અને બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાનો પતિ નિક જોનાસ પોપ બોય બેન્ડ જોનાસ બ્રધર્સનો એક ભાગ છે અમેરિકન સિંગર નિક અને બોલિવૂડની દેશી ગર્લ તેમની દીકરી માલતી મેરીને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. આ દરમિયાન હવે પ્રિયંકા ચોપરાના પતિએ એક વીડિયો શેર કર્યો છે જે સોશિયલ મીડિયા યુઝર્સમાં ચર્ચામાં છે. આ વીડિયોમાં નિક ચાહકોની માફી માગતા જોઈ શકાય છે. સાથે જ જોનાસ બ્રધર્સની કોન્સર્ટ ટૂર પોસ્ટપોન્ડ કરવાનું કારણ પણ આપવામાં આવ્યું છે.
સિંગર અને એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસનો આ હેરાન કરનાર વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. નિક જોનાસે એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં કહ્યું છે કે તેને ઈન્ફલ્યુએન્ઝા A છે. શુક્રવારે ઈન્સ્ટાગ્રામ પર જઈને નિકે જાહેરાત કરી હતી કે તે તેની ખરાબ તબિયતને કારણે સ્ટેજ પર પરફોર્મ કરી શકશે નહીં. તેણે તેના ચાહકોની માફી પણ માંગી છે. નિક જોનાસે એ પણ ખુલાસો કર્યો કે જોનાસ બ્રધર્સના કોન્સર્ટની તારીખો બદલવામાં આવી છે. તમને જણાવી દઈએ કે કેવિન જોનાસ, નિક જોનાસ અને જો જોનાસનું ગ્રુપ આ અઠવાડિયે મેક્સિકોમાં પરફોર્મ કરવા જઈ રહ્યું હતું.
3 મેના રોજ નિક જોનાસે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો વીડિયો પોસ્ટ કરતા કહ્યું કે, હું નિક . મારી પાસે શેર કરવા માટે કેટલાક સમાચાર છે જે કદાચ મજા ન આવે પણ કહેવાની જરૂર છે. થોડા દિવસો પહેલા મને કંઈક અજુગતું લાગવા લાગ્યું, જ્યારે હું જાગ્યો ત્યારે હું બોલી શકતો ન હતો અને તે રાત્રે હું કોન્સર્ટ માટે પ્રેક્ટિસ કરી રહ્યો હતો અને છેલ્લા બે, અઢી દિવસમાં મારી હાલત ધીરે ધીરે ખરાબ થઈ રહી છે.
હું ગઈકાલે આખો દિવસ પથારીમાં સૂઈ રહ્યો હતો. તાવ, શરીરમાં દુખાવો, ગળામાં દુખાવો અને ખૂબ જ ખરાબ ઉધરસ છે. તેણે વધુમાં કહ્યું કે ડોક્ટરને બતાવ્યા પછી પણ મારી તબિયત સારી નથી થઈ.
વીડિયો શેર કરતી વખતે નિકે લખ્યું, હાય મિત્રો. હું ઈન્ફલ્યુએન્ઝા-A નો શિકા બન્યો છું. જે આજુબાજુ ફેલાઈ રહ્યો છે અને હું આ ક્ષણે કોઈપણ કોન્સર્ટમાં ગાઈ શકતો નથી. એટલા માટે મેં મેક્સિકો કોન્સર્ટની તારીખ મોકૂફ રાખી છે. આ શો હવે ઓગસ્ટમાં થશે.