મનોરંજન

Newly Wed Bride Sonakshi Sinhaની આંખોમાં આંસુ, એક્ટ્રેસે ખુદ જણાવ્યું આંસુનું કારણ…

બોલીવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા અને ઝહિર ઈકબાલના લગ્ન (Bollywood Actress Sonakshi Sinha And Zahir Iqbal Wedding)ને હજી માંડ 15-17 દિવસ થયા છે અને દરરોજ કોઈને કોઈ કારણસર આ કપલ ચર્ચામાં આવે છે. હવે સોનાક્ષી સિન્હાએ પોતાના વેડિંગના અનસીન ફોટો શેર કર્યા છે અને એમાં જ પોસ્ટ કરેલાં એક ફોટોને કારણે સોનાક્ષી ફરી ચર્ચામાં આવી ગઈ છે. લગ્નના ગણતરીના દિવસોમાં સોનાક્ષીની આંખોમાં આંસુ જોવા મળ્યા છે, આ સાથે તેની ગૃહ પ્રવેશની રસમ પણ બાકી હોવાનું કહેવાઈ રહ્યું છે…

ચાલો જાણીએ શું છે આખો મામલો-સોનાક્ષી સિન્હાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વેડિંગ ડેના 10 અનસીન ફોટો શેર કર્યા છે. આ 10 ફોટો સાથે સોનાક્ષીએ તે ક્ષણની ખાસિયત વિશે કેપ્શન લખી છે. સોનાક્ષીએ પોસ્ટ કરેલાં ફોટોમાં તે ઝહિર સાથે રોમેન્ટિક પોઝ આપતી જોવા મળી રહી છે, પણ આ તસવીરોમાંથી એક તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે.

વાઈરલ થઈ રહેલાં આ ફોટોમાં સોનાક્ષીની આંખોમાં આંસુ જોવા મળી રહ્યા છે અને આંસુ આવવાના કારણ વિશે ખુલાસો કરતાં સોનાક્ષીએ જણાવ્યું હતું કે પહેલી વખત પોતાની જાતને સેંથીમાં સિંદૂર પુરેલી જોઈને તે ઈમોશનલ થઈ ગઈ હતી અને તેની આંખમાં આંસુ આવી ગયા હતા.

આ સાથે જ સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha)એ ફોટો શેર કર્યો છે જેમાં તે દુલ્હેરાજા ઝહિર ઈકબાલની રાહ જોઈ રહી હતી અને એ પાછળની સ્ટોરી લખતાં તેણે જણાવ્યું હતું કે લગ્ન બાદ રિસેપ્શન માટે તે પહેલાં તૈયાર થઈ ગઈ હતી અને પતિ ઝહિર તેના પછી તૈયાર થઈને આવ્યો હતો.

સોનાક્ષીએ શેર કરેલાં છેલ્લાં બે ફોટોમાં તેના ઘરની અંદરની ઝલક જોવા મળી રહી છે. આ ઘર સોનાક્ષી અને ઝહિર સાથે મળીને બનાવી રહ્યા છે. આ બંને ફોટોની કેપ્શનમાં સોનાક્ષીએ લખ્યું છે કે એક મિનીટ શ્વાસ લઈને આખા ઘરમાં વોક કર્યું, જેને અમે બંને સાથે મળીને બનાવવાના છીએ.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button