હેં…Bachhan familyમાં નવી વહુ આવશે?, અભિ-એશના સંબંધોમાં તિરાડની વાતો વચ્ચે…
અભિ-એશ કે બચ્ચન પરિવારના ફેન્સના હૃદય એક ધબકારો ચૂકી જાય તેવા આ ન્યૂઝ છે. પરિવારના દીકરા અભિષેકના 17 વર્ષના લગ્નજીવનમાં તિરાડ પડ્યાના અને ઑલ ટાઈમ ફેવરીટ કપલ અભિ અને એશના છૂટાછેડાના સમાચારો વચ્ચે બચ્ચન પરિવારની નવી વહુની વાત ફેલાઈ રહી છે, પણ ફેન્સને કહેવાનું કે ચિંતા ન કરો, હજુ અભિ-એશના સંબંધો વિશે સત્તાવાર કોઈ માહિતી નથી, માત્ર અટકળો જ છે અને અભિ નહીં પણ પરિવારનો આ સભ્ય નવી વહુ લાવવાની હોવાની ખબરોએ જોર પકડ્યું છે.
બચ્ચન પરિવારની દીકરી શ્વેતા નંદા ઘણા સમયથી સાસરીયાથી દૂર માતા-પિતા સાથે રહે છે. તેની સાથે તેનો દીકરો અગત્સ્ય અને દીકરી નાવ્યા નવેલી પણ રહે છે. નાવ્યા પિતાના પરિવાર સાથે પણ ઘણી અટેચ્ડ છે અને તેના બિઝનેસમાં પણ રસ ધરાવે છે જ્યારે અગત્સ્ય નાના અને મામાની જેમ એક્ટિંગની દુનિયામાં પગ રાખી ચૂક્યો છે અને તેની સરાહના પણ થઈ છે.
હવે અગત્સ્યના અફેરની વાતો ચર્ચાએ ચડી છે. અગત્સ્યની પહેલી ફિલ્મ આર્ચીની કૉ-સ્ટાર અને બોલીવૂડના બાદશાહ તરીકે જાણીતા શાહરૂખ ખાનની દીકરી સુહાના એકબીજાને ડેટ કરતા હોવાની ખબરો ઘણીવાર વાયરલ થઈ છે. બન્ને વિદેશમાં વેકેશન માટે ગયા છે તો પાર્ટી કરતા પણ જોવા મળે છે. આ બધુ તો આજકાલ સામાન્ય છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી સુહાના બચ્ચન પરિવારનો પણ હિસ્સો હોય તેમ લાગી રહ્યું છે. અભિષેકે નવી કાર લીધી ત્યારે પોતાના પરિવાર પહેલા સુહાના અને અગસ્ત્યને રાઈડ માટે લઈ ગયો હતો. અગાઉ પણ સુહાના બચ્ચન પરિવાર સાથે ડીનર ડેટ પર ગઈ હોવાના વીડિયો વાયરલ થયા હતા. હવે આ બન્નએ એકબીજાને પસંદ કરી લીધા છે ત્યારે પરિવારે પણ સંબંધ પર મહોર મારી દીધી હોવાનું જણાઈ રહ્યું છે.
એક તરફ બચ્ચન પરિવાર દીકરા અભિ-એશના સંબંધોને મામલે મુંઝવણમાં હોય, પરેશાન હોય તેમ જણાઈ રહ્યું છે ત્યારે બીજી બાજુ જલસામાં ફરી શરણાઈઓ વાગે તેવી વાતો ચાલી રહી છે. આપણે તો આશા રાખીએ કે નંદા પરિવારમાં નવી વહુ આવે અને બચ્ચન પરિવારનો માળો પણ ન વિખાય.